વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

રાજ્યમાં પંચાયત વિભાગની વિવિધ ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરતી  કરાશે: બ્રિજેશભાઈ મેરજા


SHARE









રાજ્યમાં પંચાયત વિભાગની વિવિધ ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરતી  કરાશે: બ્રિજેશભાઈ મેરજા

રાજ્ય પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ગાંધીનગર ખાતે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની શુભેચ્છા મુલાકાત લઇ બોર્ડની વિવિધ કામગીરી વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાત વેળાએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ હેઠળની વિવિધ સંવર્ગની ખાલી જગ્યાઓ માટે સત્વરે ભરતી કરાશે.

મંત્રી મેરજાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં થનારા કાર્યોની રૂપરેખા લક્ષ્યાંકો સહિત નક્કી કરવામાં આવી છે. રાજ્યના યુવાનોને રોજગાર મળે તે અમારી પ્રાથમિકતા છે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પંચાયતની વિવિધ સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ ભરતી પ્રક્રિયા વધુ ઝડપથી પારદર્શિતાપૂર્વક પૂર્ણ થાય તેવું નક્કર આયોજન પણ કરવામાં આવ્યું છે. મંત્રી મેરજાએ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને સભ્યો સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી. મંત્રીએ પ્રેઝન્ટેશન દ્વારા બોર્ડની વિવિધ કામગીરીની ઉંડાણપૂર્વક વિગતો મેળવી બોર્ડના અધ્યક્ષ, ઉચ્ચ અધિકારીઓ અને સભ્યો સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો.




Latest News