મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીની નવી મેડિકલ કોલેજમાં થયેલ દુર્ઘટનામાં જેની બેદરકારી હશે તેને છોડવામાં આવશે નહીં: કલેક્ટર


SHARE









મોરબીની નવી મેડિકલ કોલેજમાં થયેલ દુર્ઘટનામાં જેની બેદરકારી હશે તેને છોડવામાં આવશે નહીં: કલેક્ટર

મોરબીના સનાળા ગામ પાસે રાજકોટ રોડ ઉપર નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવી રહી છે જેના બીજા માળ ઉપર શુક્રવારે સાંજે સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતી જેથી કરીને મજૂરોને ઈજા થયેલ હતી અને એક મજૂર ફસાઈ ગયો હતો જેને કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી સાત કલાક સીધી ચાલુ રહી હતી આ બનાવ સંદર્ભે હાલમાં કોન્ટ્રાકટરને શોકોઝ નોટિસ આપવામાં આવેલ છે અને ત્યાર બાદ કલેક્ટરની પત્રકાર પરિષદ યોજાઇ હતી તેમાં કલેક્ટર સ્પષ્ટપણે કહ્યું હતું કે, “ આ દુર્ઘટનામાં જેની પણ બેદરકારી હશે તેને છોડવામાં આવશે નહીં”

મોરબીના સનાળા ગામ થી આગળ રાજકોટ રોડ ઉપર ચાલી રહી છે અને ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેમાં બીજા માળ ઉપર સ્લેબ ભરવા માટેની કામગીરી શુક્રવારે રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કરવામાં આવી રહી હતી ત્યારે કોઈ કારણોસર સ્લેબ તૂટી પડ્યો હતો જેથી કરીને લોખંડના સળિયા અને સિમેન્ટ કોંકરેટનો જે માલ હતો તેની સાથે ઉપર કામ કરી રહેલા મજૂરો નીચે પહેલા માળ ઉપર પટકાયા હતા જેથી ત્રણ મજૂરોને ઈજા થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને એક મજૂર લોખંડના સળિયા અને બાંધકામના માલ વચ્ચે ફસાઈ ગયેલ છે જેથી કરીને તેને બચાવવા માટેની કામગીરી ફાયર વિભાગ અને પોલીસના જવાનો દ્વારા સાત કલાક સુધી કરવામાં આવી હતી

આ બનાવમાં બાદ માર્ગ અને મકાન વિભાગ આરોગ્યના પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા મેડિકલ કોલેજ બનવાનો કોન્ટ્રાકટ જેને આપવામાં આવેલ છે તે કતીરા કન્ટ્રકશન કંપનીને શોકોઝ નોટિસ આપવામાં આવેલ છે અને ઘટના સ્થળે સલામતીના સાધનોની કેમ ઉણપ હતી તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે તેવું જાણવા મળેલ હતું ત્યાર બાદ મોરબીમાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કિરણ ઝવેરીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, નવી બની રહેલ મેડિકલ કોલેજમાં જે દુર્ઘટના બનેલ છે તેમાં વચગાળાનો અહેવાલ તૈયાર કરીને સરકારમાં મોકલાવવામાં આવેલ છે અને સબંધિત વિભાગ પાસેથી હાલમાં વિગતો માંગવામાં આવેલ છે અને તેમાં કોન્ટ્રાકટર કે પછી બીજા કોઇની પણ બેદરકારી સામે આવશે તો જેની પણ બેદરકારી હશે તેને છોડવામાં આવશે નહીં”




Latest News