મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીને રાજ્યપાલના હસ્તે મેળવ્યો ગોલ્ડ મેડલ


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીને રાજ્યપાલના હસ્તે મેળવ્યો ગોલ્ડ મેડલ

તાજેતરમાંજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે ૫૮ માં  દીક્ષાંત સમાંરોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેબીનેટકક્ષાના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નવનિયુક્ત કુલપતિ મહોદયા ડો.નીલામ્બરીબેન દવે તથા યુનિવર્સીટીના અન્ય સતાધીશોની ઉપસ્થિતિમાં વિવિધ વિદ્યાશાખાઓમાં સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત મોરબીના એક સામાન્ય પરિવારની દીકરી અને  પી.જી. પટેલ કોલેજની વિધાર્થીની સોનાગ્રા જશવંતી માલાભાઈએ વાણીજ્ય વિદ્યાશાખા હેઠળ બીકોમમાં સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ  ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને પોતાના પરિવાર, કોલેજ પરિવાર  અને સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે અને સાથોસાથ નિષ્ણાંત અધ્યાપકોનું માર્ગદર્શન અને આયોજનબદ્ધ  મહેનત દ્વારા કઈરીતે સફળ થઇ શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તકે ખાસ ઉલ્લેખનીય છેકે સોનાગ્રા જશવંતી માલાભાઈએ પોતાના બીકોમ ના ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન ત્રણ ત્રણ વખત યુનિવર્સીટી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને હાલ પી.જી.પટેલ કોલેજમાં જ એમકોમ માં અભ્યાસ કરી રહ્યા છે. આ અભૂતપૂર્વ અને અતુલ્ય સફળતા બદલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ  આદ્રોજા, ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણે  વિધાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News