મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે ઢસીમાં માસૂમ બાળકની હત્યા કરનારા આરોપી બાપની ધરપકડ


SHARE







હળવદના ટીકર ગામે ઢસીમાં માસૂમ બાળકની હત્યા કરનારા આરોપી બાપની ધરપકડ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ ટીકર રણ વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે  પિતાએ દોઢ વર્ષના બાળકને લઈને ભાગી ગયો હતો અને ત્યાર બાદ તેને માસૂમ બાળકનો ઘા કરીને હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક બાળકની માતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે હળવદ તાલુકા પોલીસ દ્વારા માસૂમ બાળકની હત્યા કરનારા આરોપી બાપની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

હાલના સમયમાં ઘણી વખત ક્ષણ વારનો આક્રોશ લોકોને આરોપી બનાવી નાખે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ એક ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આવેલ રણના ઢસી વિસ્તારમાં બનેલ છે જેમાં ત્યાં રહેતા અસગરભાઈ અને તેના પત્ની અમીનાબેન વચ્ચે ગત સોમવારે સવારે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. અને ત્યાર બાદ અમીનાબેનના હાથમાં રહેલ તેના દોઢ વર્ષના દીકરા અરમાનને લઈને તેના પિતા અસગરભાઈ ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યાર બાદ બાવળની જાળીમાં જઈને ત્યાં માસૂમ અરમાનનો ઘા કરતા બાળકને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું જે અંગેની મૃતક બાળકની માતાએ હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપી અસગરભાઈ અનવરભાઈ માણેક જાતે મિયાણા રહે. કુડા નિમકનગર ગંજા વિસ્તાર તાલુકો ધાંગધ્રા હાલ રહે ટીકર વાળાની ધરપકડ કરેલ છે

હળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલ હત્યાના આ ગુનાની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક બાળકની માતા અમીનાબેન અસગરભાઈ માણેક જાતે મિયાણા (૨૪) રહે. મૂળ કુડા નિમકનગર ગંજા વિસ્તાર તાલુકો ધાંગધ્રા હાલ રહે ટીકર વાળાએ તેના જ પતિ અસગરભાઈ અનવરભાઈ માણેક જાતે મિયાણા રહે. કુડા નિમકનગર ગંજા વિસ્તાર તાલુકો ધાંગધ્રા હાલ રહે ટીકર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિએ તેને લગ્નમાં કોઈની સાથે બેસવા જવાનું નથી તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારે ફરિયાદી મહિલાએ તેના દીકરા અરમાનને લઈને પિયરમાં જવાની વાત કરી હતી ત્યારે આરોપીએ તેને પિયરમાં જવાની ના પડી હતી ત્યાર બાદ મહિલાનો પતિ અસગરભાઈ તેના ૧૩ મહિનાના દીકરા અરમાનને લઈને ઘરની પાછળ આવેલ ખેતરના માર્ગે ગયો હતો અને ત્યાં માસૂમ બાળકનો ઘા કર્યો હતો જેથી ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું

હાલમાં હળવદ પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી પિતાની ધરપકડ કરેલ છે જો કે, પતિ અને પત્ની વચ્ચે નજીવી વાતમાં બોલચાલી શરૂ થયેલ હતી અને ત્યાર બાદ આ માથાકૂટ માસૂમ બાળકની હત્યા સુધી પહોચી હતી અને હાલમાં હત્યારા બાપને પકડીને પોલીસે તેના રિમાન્ડ લેવા તજવીજ શરૂ કરેલ છે જો કે, ક્ષણ વારના આક્રોશે એક બાપને તેના જ દીકરાનો હત્યારો બનાવી દીધેલ છે અને આ સમગ્ર ઘટનામાં મૃત્યુ પામેલા માસૂમ બાળકનો કોઈ દોષ હતો જ નહીં તો પણ તેને મોત મળ્યું છે






Latest News