મોરબીમાંથી કોડીન યુક્ત કફ સીરપનો ૨૦.૫૪ લાખનો મુદામાલ કબજે: બે ટ્રાન્સપોર્ટર સામે NDPS નો ગુનો નોંધાયો
SHARE









મોરબીમાંથી કોડીન યુક્ત કફ સીરપનો ૨૦.૫૪ લાખનો મુદામાલ કબજે: બે ટ્રાન્સપોર્ટર સામે NDPS નો ગુનો નોંધાયો
મોરબી જિલ્લામાંથી થોડા સમય પહેલા જ ૯૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપ નો જથ્થો પકડાયો હતો જેની સાહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં મોરબી એ ડિવીજન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી રાજકોટના ટ્રાન્સપોર્ટ મારફતે મોરબીમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉન સુધી પહોંચેલ ૧૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે અને હાલમાં ગોડાઉનના સંચાલકની ધરપકડ કરીને મોરબી તેમજ રાજકોટના ટ્રાન્સપોર્ટર સામે એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધીને રાજકોટના ટ્રાન્સપોર્ટરને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે
થોડા સમય પહેલા મોરબી નજીકના રંગપર ગામ પાસે ગોડાઉનમાં રેડ કરીને પોલીસ દ્વારા ૯૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપ નો જથ્થો પકડવામાં આવ્યો હતો અને જે તે સમયે ત્રણ આરોપી પકડ્યા હતા અને ત્યારબાદ આ ગોડાઉનના સંચાલક અને માલ મંગાવનાર આરોપીની ધરપકડ કરી આ બધા જ આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે તેવામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી હારી કૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં રાજકોટના ટ્રાન્સપોર્ટ મારફતે મોરબી સુધી પહોંચેલ કોડીન યુક્ત કફ સીરપની દસ હજાર બોટલોનો જથ્થો ઝડપાયેલ હતો જેથી કરીને ટ્રાન્સપોર્ટના સંચાલક આશીફ આમદભાઈ રાઠોડ જાતે સિપાઈ (૪૦) રહે. વાવડી રોડ ભારત પાન વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૨ માં આશીફ આમદભાઈ રાઠોડની શ્રી હરિ કૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસની બાજુમાં જ તેનું ગોડાઉન આવેલ છે અને તે ગોડાઉનમાં મોરબી એ ડિવિજન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ૧૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપનો જથ્થો મળી આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં આ માલ રાજકોટમાં આવેલ ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામના ટ્રાન્સપોર્ટ વાળા ગોપાલભાઈ પરબતભાઇ ભરવાડ મારફતે મોરબી શ્રી હરિ કૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉન સુધી પહોંચ્યો છે જોકે આ માલ મોરબી શહેર કે જિલ્લામાં મોકલવાનો હતો કે પછી અન્ય કોઈ જગ્યાએ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જો કે, પોલીસે શ્રી હરિકૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી જે ૧૦,૦૦૦ બોટલ કોડીન યુક્ત કફ સિરપનો જથ્થો પકડયો છે તેના સહિત કુલ ૨૦,૫૯,૮૦૦ નો નો મુદ્દા માલ કબજે કર્યો છે અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આસિફ આમદભાઈ રાઠોડ જાતે સિપાઈ (૪૦) રહે. વાવડી રોડ ભારત પાન વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી તેમજ રાજકોટથી માલ મોકલાવનાર ક્રિયાશક્તિ લોજિસ્ટિકના ટ્રાન્સપોર્ટ તથા ગોડાઉનના માલિક ગોપાલભાઈ પરબતભાઈ ભરવાડ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે આ કામગીરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા, પીએસઆઇ પી.આર. સોનારા, કિશોરભાઈ મકવાણા, જનકભાઈ મારવાણીયા, અરવિંદભાઈ ઝાપડિયા, રમેશભાઈ કાનગડ, કિશનભાઇ મોતાણી સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
હાલમાં સૌથી મોટી વાત કે અગાઉ જે ૯૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપનો જથ્થો પકડાયો હતો તે ઝારખંડથી આવ્યો હતો જેથી કરીને બીજા રાજ્યમાંથી ગુજરાતમાં આ માલ મોકલવામાં આવ્યો છે અને ત્યાં રીપેક કરીને પાછો બીજે મોકલાવે છે તેવી વાત સામે આવી હતી પરંતુ હાલમાં જે ૧૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપનો જથ્થો પકડવામાં આવ્યો છે તે સૌરાષ્ટ્રના હબ એટલે કે રાજકોટમાં આવેલા ક્રિયાશક્તિ લોજિસ્ટિક મારફતે મોરબી સુધી મોકલવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવેલ છે જેથી કરીને આ નશાનો કારોબાર ક્યાં સુધી પહોંચે છે તે શોધવા માટે થઈને હવે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાના દરેક વિસ્તારની અંદર માંગો તે નશાકારક દ્રવ્ય મળે તે પ્રકારનો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે ત્યારે ગમે તે વિસ્તારમાં દેશી દારૂ, વિદેશી દારૂ, ડ્રગ્સ, પાવડર, અફીણ વગેરે જેવી વસ્તુ જ્યાં માગો ત્યાં મળી જાય તે પ્રકારની પરિસ્થિતિ નશાના કારોબાર સાથે સંકળાયેલા શખ્સો દ્વારા મોરબી જીલ્લામાં ગોઠવી દેવામાં આવેલ છે તેને ભેદવામાં પોલીસ કેટલી સફળ રહે છે તે તો સમય જ બતાવશે

