મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
Breaking news
Morbi Today

રાજકોટથી ટ્રાન્સપોર્ટ મારફતે મોરબીમાં આવેલ ૧૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપ ઝડપાઈ: ટ્રાન્સપોર્ટના સંચાલકની અટકાયત


SHARE





રાજકોટથી ટ્રાન્સપોર્ટ મારફતે મોરબીમાં આવેલ ૧૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપ ઝડપાઈ: ટ્રાન્સપોર્ટના સંચાલકની અટકાયત

મોરબી જિલ્લામાંથી થોડા સમય પહેલા જ ૯૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપ નો જથ્થો પકડાયો હતો જેની સાહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં મોરબી એ ડિવીજન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી રાજકોટના ટ્રાન્સપોર્ટ મારફતે મોરબીમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉન સુધી પહોંચેલ ૧૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે અને હાલમાં ગોડાઉનના સંચાલકની અટકાયત કરીને પોલીસ દ્વારા ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે

 

મોરબી જિલ્લાના દરેક વિસ્તારની અંદર માંગો તે નશાકારક દ્રવ્ય મળે તે પ્રકારનો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે ત્યારે ગમે તે વિસ્તારમાં દેશી દારૂ, વિદેશી દારૂ, ડ્રગ્સ, પાવડર, અફીણ વગેરે જેવી વસ્તુ જ્યાં માગો ત્યાં મળી જાય તે પ્રકારની પરિસ્થિતિ હાલના મોરબી જિલ્લાની અંદર જોવા મળે છે તેવામાં થોડા સમય પહેલા મોરબી નજીકના રંગપર ગામ પાસે ગોડાઉનમાં રેડ કરીને પોલીસ દ્વારા ૯૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપ નો જથ્થો પકડવામાં આવ્યો હતો અને જે તે સમયે ત્રણ આરોપી પકડ્યા હતા અને ત્યારબાદ આ ગોડાઉનના સંચાલક અને માલ મંગાવનાર આરોપીની ધરપકડ કરી આ બધા જ આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે તેવામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રેડ કરવામાં આવી છે અને ત્યાં રાજકોટના ટ્રાન્સપોર્ટ મારફતે મોરબી સુધી પહોંચેલ કોડીન કફ સીરપની દસ હજાર બોટલોનો જથ્થો ઝડપાયેલ છે જેથી કરીને હાલમાં ટ્રાન્સપોર્ટના સંચાલક ની અટકાયત કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૨ માં આવેલ શ્રી હરિ કૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસની બાજુમાં જ તેનું ગોડાઉન આવેલ છે અને તે ગોડાઉનમાં મોરબી એ ડિવિજન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે અને ત્યાંથી ૧૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપનો જથ્થો મળી આવ્યો છે પ્રાથમિક તપાસમાં આ માલ રાજકોટમાં આવેલ ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામના ટ્રાન્સપોર્ટ મારફતે મોરબી શ્રી હરિ કૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉન સુધી પહોંચ્યો છે જોકે આ માલ મોરબી શહેર કે જિલ્લામાં મોકલવાનો હતો કે પછી અન્ય કોઈ જગ્યાએ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને સૌથી મોટી વાત કે અગાઉ જે ૯૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપનો જથ્થો પકડાયો હતો તે ઝારખંડ થી આવ્યો હતો જેથી કરીને બીજા રાજ્યમાંથી ગુજરાતમાં આ માલ મોકલવામાં આવ્યો છે અને ત્યાં રીપેક કરીને પાછો બીજે મોકલાવે છે તેવી વાત સામે આવી હતી પરંતુ હાલમાં જે ૧૦,૦૦૦ બોટલ કોડીન કફ સીરપનો જથ્થો પકડવામાં આવ્યો છે તે સૌરાષ્ટ્રના હબ એટલે કે રાજકોટમાં આવેલા ક્રિયાશક્તિ લોજિસ્ટિક મારફતે મોરબી સુધી મોકલવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવેલ છે જેથી કરીને આ નશાનો કારોબાર ક્યાં સુધી પહોંચે છે તે શોધવા માટે થઈને હવે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News