મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા મોરબી તાલુકા પોલીસે 10.38 લાખના 38 મોબાઈલ ફોન શોધીને લોકોને પરત કર્યા મોરબી શહેર યુવા, બક્ષીપંચ, મહિલા, કિસાન અને અનુ. જાતિ મોરચાના પ્રમુખ સહિતની આખી ટિમ જાહેર વાંકાનેરના તિથવા ગામે રહેતા બાળકને જન્મજાત બધિરતાની તકલીફ હોય સરકારી નિઃશુલ્ક સારવારથી મળ્યું નવજીવન મોરબીના જેપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસોથી મોરબીમાં બનશે ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલની 4 બેઠક માટે 7 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 26 ફોર્મ ભરાયા
Breaking news
Morbi Today

હળવદના નવા અમરાપર રોડે ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE





હળવદના નવા અમરાપર રોડે ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં

હળવદ તાલુકાના નવા અમરાપરથી હળવદ તરફ જવાના રસ્તા ઉપર આવતા માતાજીના મંદિર સામેથી રીક્ષા લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રીક્ષાને ડમ્પરના ચાલકે હડફેટ લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો. જેથી યુવાનને મોઢા ઉપર તથા શરીરે ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા જોકે અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી હાલમાં સારવાર લીધા બાદ યુવાને ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના નવા અમરાપર ગામના રહેવાસીને હાલમાં મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ગામ પાસે ધર્મમંગલ સોસાયટીમાં રહેતા સંતોષભાઈ હીરાભાઈ કંઝારિયા જાતે દલવાડી (૩૨) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૨૨૯૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, નવા અમરાપરથી હળવદ તરફ જવાના રસ્તા ઉપર આવતા મેલડી માતાજીના મંદિરથી આગળ દાડમની વાડી પાસેથી તે પોતાની રીક્ષા નંબર જીજે ૩૬ ડબલ્યુ ૦૯૨૫ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રીક્ષાને ડમ્પર ચાલકે હડફેટે લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદી યુવાનને નાકે, જમણી આંખની નીચે, માથામાં, જમણા હાથની કોણીમાં અને ડાબા હાથના પોચામાં ઇજાઓ થઈ હતી જેથી તે યુવાનને સારવારમાં લઈ ગયા હતા જોકે અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News