મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા મોરબી તાલુકા પોલીસે 10.38 લાખના 38 મોબાઈલ ફોન શોધીને લોકોને પરત કર્યા મોરબી શહેર યુવા, બક્ષીપંચ, મહિલા, કિસાન અને અનુ. જાતિ મોરચાના પ્રમુખ સહિતની આખી ટિમ જાહેર વાંકાનેરના તિથવા ગામે રહેતા બાળકને જન્મજાત બધિરતાની તકલીફ હોય સરકારી નિઃશુલ્ક સારવારથી મળ્યું નવજીવન મોરબીના જેપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસોથી મોરબીમાં બનશે ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલની 4 બેઠક માટે 7 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 26 ફોર્મ ભરાયા મોરબીના વનાળીયા ગામે આવેલ 104 વર્ષ જૂની પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જુગાર રમતા ત્રણ શખ્સની ૧૨,૫૫૦ ની રોકડ સાથે ધરપકડ: સરસ્વતી પાર્ટી પ્લોટના પાર્કિંગમાથી બાઈકની ચોરી


SHARE





મોરબીમાં જુગાર રમતા ત્રણ શખ્સની ૧૨,૫૫૦ ની રોકડ સાથે ધરપકડ: સરસ્વતી પાર્ટી પ્લોટના પાર્કિંગમાથી બાઈકની ચોરી

મોરબીના ત્રાજપર ખારીમાં માતાજીના મંદિર સામે ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૨,૫૫૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબીમાં આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં મહાકાળી માતાજીના મંદિર સામે ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્રવીણભાઈ દેવકણભાઈ બારૈયા જાતે કોળી (૩૩) રહે. ત્રાજપર ખારી, ભરતભાઈ બાબુભાઈ વરાણીયા જાતે કોળી (૩૬) રહે ત્રાજપર અને મુકેશભાઈ કાંતિભાઈ ભાલોડીયા જાતે કોળી (૩૭) રહે. ટીંબવાડી મેલડી માતાજી મંદિર નજીક ઉમિયા પરોઠા પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨,૫૫૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઈકની ચોરી 

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ ઉમિયાનગર માધવ પેલેસ ફ્લેટ નંબર-૬૦૧ માં રહેતા નિર્મળભાઈ નીતિનભાઈ ભાલોડીયા જાતે પટેલ (૨૯)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સરસ્વતી પાર્ટી પ્લોટના પાર્કિંગમાં તેણે ગત તા. ૧૩/૨ ના રોજ સાંજે ૭:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈક નંબર જીજે ૩૭ કે ૧૧૯૬ જેની કિંમત ૩૦,૦૦૦ રૂપિયા તે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News