મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કર્યો આપઘાત: મૃતકની પત્નીએ બે શખ્સોની સામે કરી ફરિયાદ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા મોરબી તાલુકા પોલીસે 10.38 લાખના 38 મોબાઈલ ફોન શોધીને લોકોને પરત કર્યા મોરબી શહેર યુવા, બક્ષીપંચ, મહિલા, કિસાન અને અનુ. જાતિ મોરચાના પ્રમુખ સહિતની આખી ટિમ જાહેર વાંકાનેરના તિથવા ગામે રહેતા બાળકને જન્મજાત બધિરતાની તકલીફ હોય સરકારી નિઃશુલ્ક સારવારથી મળ્યું નવજીવન
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસેથી ૪ બોટલ દારૂ સાથે એક આરોપી-મોરબીના ભડિયાદ પાસેથી ૧૦ બીયર સાથે એક આરોપીની ધરપકડ


SHARE





ટંકારાના છતર પાસેથી ૪ બોટલ દારૂ સાથે એક આરોપી-મોરબીના ભડિયાદ પાસેથી ૧૦ બીયર સાથે એક આરોપીની ધરપકડ

ટંકારા તાલુકાના છતર નજીક જીઆઇડીસી પાસેથી બાઈક લઈને પસાર થતા શખ્સને રોકીને પોલીસે તેની પાસેથી ચાર બોટલ દારૂ  કબ્જે કરીને તેની ધરપકડ કરી હતી તેવી જ રીતે મોરબીના ભડીયાદ નજીક તાલુકા પોલીસની ટીમ દ્વારા બિયરના ૧૦ ટીન સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના છત્તર જીઆઇડીસી સામે આવેલ જીઈબીના સબ સ્ટેશન પાસેથી બાઈક લઈને એક શખ્સ પસાર થઈ રહેલા હતો ત્યારે જીજે ૩ એજી ૩૬૩૬ નંબરનું બાઇક રોકીને બાઈકમાં લગાવવામાં આવેલ પ્લાસ્ટિકની થેલી ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની ચાર બોટલો મળી આવી હોય પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો તેમજ બાઈક આમ કુલ મળીને ૩૧,૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી દેવકણભાઈ ઉર્ફે પ્રફુલભાઈ રામભાઈ પરમાર જાતે દેવીપુજક (૨૭) રહે. છતર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

તો મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં આવેલ ૨૨૨ કારખાના સામે રસ્તા ઉપરથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના દસ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી લાલજીભાઈ પ્રવીણભાઈ ડાભી જાતે અનુ. જાતી (૨૦) રહે. સો-ઓરડી ખડીયાવાસ રામદેવપીર મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપી પાસેથી મળી આવેલ બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે




Latest News