ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડીએ આવેલ સ્પાના સંચાલકની પોલીસે કરી ધરપકડ


SHARE











મોરબીની લીલાપર ચોકડીએ આવેલ સ્પાના સંચાલકની પોલીસે કરી ધરપકડ

મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપની સામેના ભાગમાં શોપિંગ સેન્ટરમાં સ્પા આવેલ છે અને ત્યાં કામ કરતા કર્મચારીઓની વિગત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી સ્પાના સંચાલકની ધરપકડ કરી તેની સામે જાહેરનામાના ભંગનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્પામાં નોકરી કરતા કર્મચારીઓની વિગત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવી તેમજ ત્યાં સીસીટીવી કેમેરા બેકઅપ વાળા રાખવા માટે કલેકટર દ્વારા અગાઉ જાહેરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમ છતાં પણ તેની ઘણી જગ્યાએ અમલવારી થતી ન હોય તેવું જોવા મળે છે દરમિયાન ગઈકાલે બે જુદાજુદા સ્પાના સંચાલકો સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવવામાં આવી હતી ત્યારબાદ મોરબી જિલ્લા એસઓજીની ટીમે મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપની સામેના ભાગમાં શોપિંગ સેન્ટરમાં આવેલા એલ.એસ. સ્પામાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેના સંચાલક દ્વારા ત્યાં કામ કરતા કર્મચારીઓની બાયોડેટા સાથેનું ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી ન હતી જેથી કલેકટરના જાહેરનામાંનો ભંગ થતો હોય સ્પાના સંચાલક હરપાલભાઈ પ્રવીણભાઈ રાઠોડ જાતે દલવાડી (૨૧) રહે, લીલાપર ચોકડી મોરબી મૂળ રહે ધરમપુર સોસાયટી રેલવે સ્ટેશન પાછળ જામખંભાળિયા જિલ્લો દ્વારકા વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News