લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત


SHARE





હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો  આપઘાત

હળવદમાં આવેલ શિવધારા બંગલોઝ ખાતે રહેતી મહિલાના પતિ અવારનવાર ઘરે મોડા આવતા હોવાથી તે બાબતે બંને વચ્ચે બોલાચલી અને ઝઘડો થતો હતો તે બાબતે મહિલાને લાગી આવ્યું હતું જેથી કરીને તે મહિલાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના સરા રોડ ઉપર શિવધારા બંગ્લોઝ ખાતે રહેતા દિવ્યાબા પૃથ્વીસિંહ ચૌહાણ (28) નામની મહિલાએ પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ પૃથ્વીરાજસિંહ ચૌહાણ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના પતિને ઘરે આવવામાં અવર નવાર મોડું થતું હતું જે બાબતે બોલાચાલી ઝઘડો થતો હતો અને તે બાબતે મહિલાને મનોમન લાગી આવતા તે મહિલાએ પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરે છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે




Latest News