મોરબીના લાલપર ગામે સિરામીક યુનીટના મજુરો માટે વેક્સીનેશન કેમ્પનું આયોજન
મોરબીમાં માણાવદરની રાસમંડળીએ કરી જમાવટ, પુર્વ ધારાસભ્ય સહિતનાઓ હાજર રહ્યા
SHARE
મોરબીમાં માણાવદરની રાસમંડળીએ કરી જમાવટ, પુર્વ ધારાસભ્ય સહિતનાઓ હાજર રહ્યા
માઁ આધ્યશકિત ગરબી મંડળ અમૃતપાકઁ,જલારામ પાકઁ અને લાયન્સનગર નવલખી રોડ ખાતે શ્રી ચામુંડા આહિર રાસ મંડળ ગામ વેરવા તા.માણાવદર દ્રારા પરંપરાગત રાસની રમઝટ બોલાવાઇ હતી.
આજના આધુનિક યુગમા પ્રાચીન સંસ્કૃતિના જતન માટે તનતોડ મેહનત કરતા માઁ ચામુંડા રાસ મંડળના ખેલૈયાએ મોરબીમાં માઁ આધ્યશકિત ગરબી મંડળ અમૃતપાકઁ, જલારામ પાકઁ અને લાયન્સનગર નવલખી રોડ ખાતેની ગરબી મંડળમાં તલવાર રાસ, ઢાલ રાસ રમીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આમંત્રણને માન આપીને મોરબી માળીયાના પૂવઁ ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જે.પી.જેસ્વાણી, કે.કે.પરમાર, નગરપાલિકા ઊપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, કાઊન્સિલર કલ્પેશ રવેશિયા, હષઁદભાઈ કણઝારીયા, મનુભાઈ સારેસા, જયંતિભાઈ ધાટલિયા, તેમજ યુવા આગેવાન પંકજ રાણસરીયા તરૂણ અધારા, શિવમ વિરમગામા, નયન કાવર, જયદિપ સંઘાણી, સંજય અલગારી, હાદિઁકભાઈ ગોસાઈ (એડવોકેટ), રાજુભાઈ ડાંગર અને હરદેવ કાનગડ હાજર રહ્યા હતા. વિશેષ ઊપસ્થિત મોરબી જીલ્લા પંચાયત ઊપપ્રમુખ જાનકીબેન કૈલા તેમજ યુવા આગેવાન જીગ્નેશભાઈ કૈલાએ હાજરી આપી હતી. જીગ્નેશભાઈનો જન્મદિવસ હોય ગરબી મંડળની ૧૭૦ બાળાઓને લહાણી આપીને જન્મદિવસની ઊજવણી કરેલ.ઊપસ્થિત તમામ આગેવાનોનું ગરબી મંડળના આયોજક મનુભાઈ ખાંડેખા સહીતનાઓએ સ્વાગત સન્માન કરેલ.માઁ આધ્યશકિત ગરબી મંડળમા એકદમ પ્રાચીન ગરબીનુ જ આયોજન કરેલ હોય લતિપર રાણબાઈ ગરબી મંડળ પણ રાસ રમવા પધારેલ આ ગૃપનો મુખ્ય હેતુ જુની સંસ્કૃતિને વારસાને સચવાઈ તેમજ હાલની યુવાપેઢી પણ વારસાથી ઊજાગર થાય આ ગરબી મંડળની મુલાકાત યુવા ભાજપ તાલુકા ટીમ, મોરબી શહેર યુવા ભાજપ ટીમ, મોરબી નગરપાલિકાના ચેરમેન દેવાભાઈ અવાડીયા, ભાવિકભાઈ જારીયા, બ્રિજેશભાઈ કુંભરવાડિયા, માળીયા તાલુકા ભાજપના આગેવાન ડી.ડી.જાડેજા, યુવરાજસિંહ જાડેજા, યદુનંદન યુવા ગૃપ ગરબી મંડળની મુલાકાત લિધેલ અને હિન્દુ મુસ્લિમ સમાજની દિકરીઓ એક સાથે કોઈપણ જાતના ભેદભાવ વગર સવઁધમઁ સમભાવની ભાવનાથી ૧૭૦ બાળાઓ ગરબે ધુમિને માતાજી આરાધના કરેલ છે.આ ગરબી મંડળમા કચ્છી દેશી ઢોલને ઘવલ સાઊન્ડ રાધનપુર સાથે ગાયક કલાકારો બાબુભાઈ આહિર, ધોરકડા નિતીનભા ગઢવી, મેપાભાઈ આહિર, ભાવેશભાઈ ડાંગર સહિતના કલાકારો ગરબા ગાઇને માઁની આરાઘના કરવામા આવી હતી તેમ આયોજકો વતી મનુભાઈ ખાંડેખા (સરપંચ) એ જણાવ્યું હતુ.
પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં તલવાર રાસ રજુ કરતી બાળાઓ
મોરબીમાં માઁ આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવમાં ઠેરઠેર પ્રાચીન ગરબીઓ અને રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે પ્રથમ વર્ષ આયોજીત રાસોત્સવમાં શનાળા ગામની ચાર બાળાઓએ તલવાર રાસ રજુ કરી ઉપસ્થિત સહુને મંત્રમુગ્ધ કરી દીઘા હતા. નવરાત્રી પર્વના અંતિમ દિવસે શનાળા ગામની ઝાલા જાહન્વીબા લવભદ્રસિંહ, ઝાલા જીયાબા લવભદ્રસિંહ, જાડેજા હરેશ્વરીબા વિક્રમસિંહ અને ગોહેલ ઉવર્શીબા પૃથ્વીરાજસિંહ નામની ચાર દિકરીઓએ તલવાર રાસ રજુ કરી ઉપસ્થિત સર્વેને મંત્રમુગ્ધ કરી દીઘા હતા.