મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાનને માર મરનારા ત્રણ શખ્સોની ધરપકડ
મોરબીના લાલપર ગામે સિરામીક યુનીટના મજુરો માટે વેક્સીનેશન કેમ્પનું આયોજન
SHARE
મોરબીના લાલપર ગામે સિરામીક યુનીટના મજુરો માટે વેક્સીનેશન કેમ્પનું આયોજન
મોરબીના આરોગ્ય વિભાગ દ્રારા જીલ્લામાં રસીકરણ કાર્યક્રમને વેગવંતો બનાવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત મોરબીની સેવાભાવી સંસ્થા તેમજ આરોગ્ય વિભાગ દ્રારા લાલપર નજીક સિરામીક યુનીટ ખાતે વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.અનમોલ ટ્રસ્ટ તેમજ સ્વેતના પ્રોગ્રામ દ્વારા લાલપર ગામે આવેલ યુનીટમાં વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં ૧૨૫ માઈગ્રેન્ટ લોકોને વેક્સીનનો પ્રથમ તેમજ બીજો ડોઝ લીધો હતો. કેમ્પને સફળત બનાવવા સ્વેતના પ્રોગ્રામના કો-ઓર્ડીનેટર રાજેશભાઈ લાલવાણી, ડો. રાહુલ કોટડીયા, વિસીપરા અર્બન હેલ્થ સેન્ટરના ડો. રીયાઝ અને અનમોલ ટ્રસ્ટ તેમજ વિસીપરા અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
કોળી સમાજ દ્વારા અગત્યની મીટીંગ
આગામી તા.૨૦-૧૦ ને બુધવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે મોરબી કોળી સમાજ દ્વારા અગત્યની મીટીંગ રાખવામાં આવેલ હોય કોળી સમાજના આગેવાનોને ફરજીયાત હાજરી આપવા જણાવાયેલ છે અને તા.૨૨-૧૦ ને શુક્રવારના રોજ મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તો સમાજના તમામ લોકોને સહયોગ આપવા આયોજક જગદીશભાઈ ગંગારામભાઇ બાંભણીયા (મો.૯૧૦૬૫ ૧૮૧૮૯) જણાવાયેલ છે. કેમ્પ જય વેલનાથ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોર્ડીંગ જીલ્લા પંચાયતની બાજુમાં સામાકાંઠે મોરબી-૨ ખાતે રાખેલ છે.