મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની પ્રિયાંશી મહેતા સબ કે રામ ઓન ઇન્સ્ટગ્રામ કાવ્ય રચના સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમક્રમે  વિજેતા


SHARE









મોરબીની પ્રિયાંશી મહેતા સબ કે રામ ઓન ઇન્સ્ટગ્રામ કાવ્ય રચના સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમક્રમે  વિજેતા

ભારતીય જનતા પાર્ટી દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ ત્યાં ૨૨ મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તે અંતર્ગત ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા ગુજરાતમાં સબ કે રામ ઓન ઇન્સ્ટગ્રામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિત્ર સ્પર્ધા, કાવ્ય રચના સ્પર્ધા સહિતની જુદી જુદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વિજેતા બનેલા સ્પર્ધકોને વિશ્વ રંગભૂમિ દિવસે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે તેને સ્મૃતિચિન્હનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે સબ કે રામ ઓન ઇન્સ્ટગ્રામ આ સ્પર્ધામાં કાવ્ય રચનામાં ૧૦ થી ૧૫ વર્ષના બાળકોમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે મોરબીની પ્રિયાંશી જતીનભાઈ મહેતા વિજેતા બની હતી જેથી તેને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે તેને સ્મૃતિચિન્હ આપવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતમાં કાવ્ય રચનામાં પ્રથમ ક્રમે પ્રિયાંશી મહેતાએ વિજેતા બની છે જેથી ન માત્ર પરિવાર પરંતુ મોરબીનું પણ સમગ્ર રાજ્યમાં ગૌરવ વધાર્યું છે જે બદલ તેને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે




Latest News