મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી: બહેનના લગ્ન માટે લીધેલ રૂપિયા ભરપાઈ કરવાના બાકી હોય પરિવાર વતનમાં ન આવતા યુવાને અંતિમ પગલુ ભર્યું


SHARE









મોરબી: બહેનના લગ્ન માટે લીધેલ રૂપિયા ભરપાઈ કરવાના બાકી હોય પરિવાર વતનમાં ન આવતા યુવાને ન કરવાનું કર્યું

મોરબીના હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન પોતાના વતનમાં જવાનું કહેતો હતો જો કે, પરિવારે બહેનના લગ્ન માટે રૂપિયા લીધા હતા જે આપવાના બાકી હતા જેથી પરિવારજનો આવતા ન હતા જેથી તે યુવાનને મનોમન લાગી આવતા તે પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેની પોલીસને નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના કટની જિલ્લાના વિજયરઘવગઢ તાલુકાના ખીરવાનો રહેવાસી અને હાલ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચીમાંડલ ગામ પાસે સિમેરો સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતો પ્રદીપ શિવપ્રસાદ ગડારી જાતે અનુ. જાતિ (૨૪) નામનો યુવાન પોતાના લેબર ક્વાર્ટર નં-૩૩ માં હતો ત્યારે ત્યાં કપડાના ગામચા વડે તેને ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને તેનો ભાઈ ચંદ્રભાન શિવપ્રસાદ ગડારી (૨૬) રહે. હાલ બંધુનગર પાસે બેરોના સીરામીક કારખાનાની ઓરડીમાં મોરબી મૂળ રહે. એમાપી વાળો સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આપઘાતમાં આ બનાવ અંગેની તેના દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાન ગત જુન મહિનાથી પોતાના વતનમાં ઘરે ગયેલ ન હતો જેથી તેના ઘરવાળાઓને વતનમાં ઘરે જવા માટે વાત કરી હતી જો કે, ઘરવાળાઓએ બહેનના લગ્ન માટે લીધેલા રૂપિયા ભરવાઈ કરવાના બાકી હતા જેથી ઘરે આવવાની ના પાડતા હતા અને તે બાબતે તેને લાગી આવતા તે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News