ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સીરામીક ઉદ્યોગકારો વતનપ્રેમ યોજના  હેઠળ પોતાના ગામના વિકાસમાં સહભાગી બને: બ્રિજેશભાઈ મેરાજા


SHARE











મોરબી જીલ્લામાં સીરામીક ઉદ્યોગકારો વતનપ્રેમ યોજના  હેઠળ પોતાના ગામના વિકાસમાં સહભાગી બને: બ્રિજેશભાઈ મેરાજા

મોરબી જિલ્લા પંચાયત ખાતે શ્રમ રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિસ્તારના કામો અંગેની સમીક્ષા બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રી  બ્રિજેશભાઈ મેરજાએ ૧૫મા નાણપંચની ગ્રાન્ટનો ઉપયોગ ગામડાના વિકાસ માટે વપરાય તેના માટે અધિકારીઓ અને પદાધિકારીઓ સંકલનમાં રહી કામ થાય તે જોવા તાકીદ કરી હતી વધુમાં મંત્રીએ વતન પ્રેમ યોજના અંગે સીરામીક ઉદ્યોગકારો પોતાના ગામના વિકાસ માટે આગળ આવીને તે સહભાગી બને માટે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉદ્યોગકારોના સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. આ બેઠકમાં મંત્રીએ એસ.એ.વાય-૧, એસ.એ.વાય-૨, રૂર્બન યોજના, ૧૦૦ ચોરસ વાર પ્લોટ ફાળવણી, ગામતળ નીમ કરવા, ગ્રામપંચાયત, તાલુકા પંચાયતના મકાનો રીપેરીંગ કરવા, પંચવટી યોજના અંગેના કામોની જિલ્લા પંચાયતના શાખાના વડાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી કામોની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિવિધ પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા અને રણછોડભાઈ દલવાડી, કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડ્સુંબિયા, આરોગે સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, યુસુફભાઈ સેરસિયા, જેસંગભાઈ હુંબલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મિતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ સહિત જિલ્લા પંચાયતની દરેક શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News