મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

રઝળતા ઢોરોને નાથવામાં તંત્ર નિષ્ફળ : મોરબીમાં આથળતા ઢોરએ પત્રકાર મિલનભાઈને ઉલાળતા સારવારમાં, દરરોજ સાંજે જજ બંગલા નજીક પણ જમાવડો કોઈ કાર્યવાહી નહીં..!?


SHARE







રઝળતા ઢોરોને નાથવામાં તંત્ર નિષ્ફળ : મોરબીમાં આથળતા ઢોરએ પત્રકાર મિલનભાઈને ઉલાળતા સારવારમાં, દરરોજ સાંજે જજ બંગલા નજીક પણ જમાવડો કોઈ કાર્યવાહી નહીં..!?

મોરબીમાં તંત્રના પાપે રઝળતા ઢોરનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, જ્યાં જુઓ ત્યાં ઢોરોનો જુમલો જ દેખાય છે અને ઘણીવાર આખલા યુદ્ધ થાય છે. ત્યારે સામાન્ય નાગરિકો અત્યાર સુધોમાં અસંખ્ય વખત ઢોરની ઢીકે ચડી ગયા હોય ત્યારે હવે અહિંના પત્રકાર મિલન નાનક આખલા યુદ્ધનો ભોગ બનેલ છે.જેમા તેઓને હાથ-પગ છોલાવા તેમજ મૂઢ ઇજા પહોંચી છે.અત્રે નોંધનીય છે કે અનેક વખત મીડિયા માધ્યમમાં આવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી તે હકીકત છે અને રજડતા ઢોર મુદ્દે કોર્ટ દ્વારા પણ આકરું વલણ રાખવામાં આવ્યું છે છતાં પણ મોરબીમાં જજ બંગલોની નજીક એટલે કે શક્તિ ચોકની પાસે દરરોજ સાંજે ઢોરનો જમાવડો જોવા મળે છે.છતાં પણ સ્થાનિક તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી તે નરી વાસ્તવિકતા છે.તો વિચારો શહેરના અન્ય વિસ્તારો અને સોસાયટી વિસ્તારોની હાલત શું હશે..?

મોરબીમાં એકાદ વર્ષ પહેલાં પાલિકામાં ભાજપની બોડીની સતા હતી ત્યારે રઝળતા ઢોરના ત્રાસનો મુદ્દો બહુ જ ગાજતા અંતે ભાજપની તે સમયની બોડીએ લોકહિતમાં રઝળતા ઢોરોને પકડવાની ઝુંબેશ શરૂ કરીને શહેરમાં મુખ્યમાર્ગો તેમજ દરેક શેરી ગલ્લીમાંથી એક તબબકે કુલ આશરે ૫૦૦ જેટલા રઝળતા ઢોરને ડબ્બે પુરી પંચાસર રોડ ઉપર પાલિકાની ખરાબાની જમીનમાં નંદીઘર બનાવીને ત્યાં રાખ્યા હતા. દરમિયાનમાં ઝૂલટાપુલ દુર્ઘટના થતા આખી ભાજપ બોડીને બરખાસ્ત કરીને પાલીકાને અધિકારીઓના હવાલે કરવામાં આવેલ.જોકે આ સમગ્ર વહીવટમાં પાલિકાનું સ્વભંડોળ તળિયા ઝાટક થવાથી નંદીઘરનો નિભાવ થઈ શકે એમ ન હોય જે તે વખતે ધારાસભ્ય અમૃતિયાએ આ ૫૦૦ જેટલા નંદીઓને પાંજરાપોળ ખસેડીને નંદીઘર બંધ કરીએ છીએ તેવુ જાહેર કર્યું  હતું. 

અગાઉ જ્યારે ઢોર  ઝુંબેશ શરૂ થઈ હોય ત્યારે શહેરમાં ઘણી જગ્યાએ રઝળતા ઢોર ન હોય અને ઢોર ગાયબ દેખાયાની વચ્ચે અચાનક રાતોરાત ફરી શેરીએ ગલીએ અને રાજમાર્ગો ઉપર ઢોર આવી જતા તંત્રએ નંદીઘરના ઢોરને પાંજરાપોળ ખસેડી દીધા છે કે રઝડતા મુકી દીધા છે..? તેવી ચર્ચા તે સમયે જાગી હતી.શહેરમાડ ફરી એકવાર રઝળતા ઢોરો અગાઉની જેમ આખા શહેરમાં આતંક ફેલાવતા હોય અને વારંવાર આખલા યુદ્ધથી નાગરિકો હેરાન થઈ રહ્યા છે.તે દરમિયાન ગઈકાલે પત્રકાર મિલનભાઇ નાનક પોતાનું બાઇક લઈને શનાળા રોડ ઉપર તેમની માતાની દવા લેવા જતા હતા અને તેઓ તેમની સાઈડમાં હતા અને વાહનની ગતિ પણ મર્યાદીત હતી છતાં તંત્રના પાપે જાણે તેમના નસીબીમાં પીડા લખી હશે એમ શાંતિથી બાઇક જઇ રહેલા મિલનભાઈના બાઇકની સાથે ઓચિંતા જ રોડ ઉપર લડાઈ કરતા કરતા આવી ચડેલા બે આખલાઓ અથડાયા હતા અને તેમને ફંગોળી દીધા હતા.આ આખલા યુદ્ધમાં ઓચિંતા જ રોડ ઉપર આવીને બાઇક સાથે ટકરાતા મિલનભાઈને હાથે-પગે ગંભીરપણે છોલછાલ થઈ હતી.જો કે સદનસીબે આખલા યુદ્ધે આ પત્રકારને હડફેટે લઈ જમીન ઉપર પટક્યા ત્યારે આગળ પાછળના વાહન ચાલકો ઉભા રહી જતા મિલનભાઈનો બચાવ થયો હતો અન્યથા કંઇ અજુગતુ બન્યુ હોત તો જવાબદાર કોણ..?






Latest News