મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની શાળાઓમાં અમદાવાદના ડો.કશ્યપ પટેલ દ્વારા વિજ્ઞાનની ૫૦૦૦ પુસ્તિકા અપાઈ


SHARE









મોરબીની શાળાઓમાં અમદાવાદના ડો.કશ્યપ પટેલ દ્વારા વિજ્ઞાનની ૫૦૦૦ પુસ્તિકા અપાઈ

મોરબીના જેતપર ગામના વતની શિક્ષક રામજીભાઈ જાકાસણીયા નિવૃત થયા પછી પ્રવૃત્ત રહી વિજ્ઞાનના પ્રયોગો કરાવે છે તેઓ શાળામાં પોતાની વિજ્ઞાનની સ્વનિર્મિત કીટ લઈને જાય છે, ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને નવિજ્ઞાનના પ્રયોગો કરાવી પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે. અને ૭૦ વર્ષની ઉંમરે પણ તેઓ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લે છે. અને તેઓ એમની યૂટ્યૂબ ચેનલ રામજીદાદાની નિશાળ ચલાવે છે તેમની આ પ્રવૃત્તિથી પ્રેરાઈને અમદાવાદના ડો.કશ્યપ પટેલે મોરબીની જુદી જુદી શાળાઓમાં શોધ વિજ્ઞાન પ્રયોગોની પુસ્તિકા  ભાગ-૧ થી ૩ ની ૫૦૦૦ નંગ અને ૫૦ વિજ્ઞાનની કિટ અર્પણ કરેલ છે. અને આ પુસ્તિકામાં ધો. ૪ થી ૯ ના વિદ્યાર્થીઓ વાંચીને ઘરગથ્થુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ દ્વારા વિજ્ઞાનના સિદ્ધાંતો આધારિત કુદતી બાટલી, ફુંક મારવાથી જ્યોત બુઝાતી નથી, આળસુ ચુંબક, ઝૂલતું પ્રવાહી, સાબુનો પરપોટો, ગલનબિંદુ વગેરે પ્રવૃત્તિઓ દબાણ, બળ, ઘર્ષણ, ગતિ અને શક્તિ ઉપર આધારિત ૯૬ જેટલા પ્રયોગોની સચિત્ર સમજ આપેલ છે અને આ સેવાકીય કામ માટે ડો.કશ્યપ પટેલ અને રામજીભાઈ જાકાસણીયાનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આભાર વ્યક્ત કરેલ છે.




Latest News