મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું બોયઝ હાઈસ્કૂલના મેદાનમાં આયોજન


SHARE









મોરબીમાં જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું બોયઝ હાઈસ્કૂલના મેદાનમાં આયોજન

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ અને તેના પરિવાર દ્વારા પાલિકાની પાછળના ભાગમાં આવેલ બોયઝ હાઈસ્કૂલના મેદાનને શ્રીકૃષ્ણ ધામ નામ આપીને ત્યાં શ્રીમદ ભાગવત કથાનું આગામી તા. ૧૭ થી ૨૩ સુધી આયોજન કરવામાં આવ્યું છે સાથે જ સાંસ્ક્રુતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા, મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જરિયા અને પાલિકાના પૂર્વ ચેરમને ભાવિકભાઈ જારીયા અને તેના પરિવાર દ્વારા બોયઝ હાઈસ્કૂલના મેદાનને શ્રીકૃષ્ણ ધામ નામ આપીને ત્યાં શ્રીમદ ભાગવત કથાનું આગામી તા. ૧૭ થી ૨૩ સુધી આયોજન કરવામાં આવ્યું છે એટ્લે કે આ કથા રામ નવમીથી શરૂ થશે અને હનુમાન જયંતીના દિવસે પૂરી થશે અને આ કથાની પોથી યાત્રા તા ૧૭ ના રોજ પાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ જારીયાના નિવાસ સ્થાને જેલ રોડ ઉપરથી નીકળશે અને કથા સ્થળ સુધી જશે અને કથાનું રસપાન પુરાણાચાર્ય શાસ્ત્રી રવીન્દ્રભાઈ જોશી (સરધાર-જૂનાગઢ) વાળા શ્રોતાઓને દરરોજ બપોરે બે થી સાત સુધી કરાવશે જો કે, કથાના છેલ્લા દિવસે એટ્લે કે તા ૨૩ ના રોજ કથા સવારે ૯ થી ૧૨ દરમિયાન ચાલુ રહેશે અને ત્યાર બાદ મહાપ્રસાદ યોજાશે અને કથા દરમ્યાન દરરોજ સાંજે ૭:૩૦ કલાકે મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તા ૧૮ ના રોજ રાતે ૯:૦૦ લોકસાહિત્યકાર રાજભા ગઢવીના લોક ડાયરોનું અને તા ૨૨ ના રોજ રાતે ૯:૦૦  કલાકે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિધિબેન ધોળકીયા, તેજશભાઈ શિશાંગીયા અને દિપકભાઈ જોષી કાર્યક્રમ રજૂ કરવામાં આવશે

ડાભી પરિવાર

મોરબી શહેરમાં વજેપર શેરી નંબર ૧૩ રામજી મંદિર વાળી શેરીમાં ડાભી પરિવાર દ્વારા આગામી તા.૯ થી ૧૫ સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને તા ૯ ના રોજ બપોરે ૩:૦૦ કલાકે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને બાળ વિદુષી સંત રત્નેશ્વરીદેવી (ગુરૂ ભાવેશ્વરી માતાજી) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને આ કથા સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે

સૂર્યમુખી હનુમાનજી મંદિર
મોરબીમાં આવેલ હાઉસિંગ બોર્ડમાં સૂર્યમુખી હનુમાનજી મંદિરે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વકતા તરીકે ભગવતીબેન શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે આ કથાનો પ્રારંભ તા ૧૬ થી થશે અને તા ૨૨ ના રોજ પૂર્ણવિરામ થશે અને કથા દરરોજ બપોરે બે થી પાંચ સુધી કથા ચાલશે. તા ૧૬ ના રોજ પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને કથા દરમ્યાન કપિલ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષના પ્રસંગો યોજાશે. અને આ કથાના દાતા તરીકે અશ્વિન હરિભાઈ જાદવ છે. અને તા ૨૩ ના રોજ હનુમાન જયંતીના દિવસે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આચાર્ય પદે હાર્દિકભાઈ પંડ્યા હાજર રહીને યજ્ઞ કરાવશે






Latest News