અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને માર મારીને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE









વાંકાનેરમાં યુવાનને માર મારીને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સો સામે ફરિયાદ

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ડીલક્ષ પાનની સામેના ભાગમાં યુવાનને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને બે શખ્સો દ્વારા ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ તે યુવાનને પ્લાસ્ટિકના કેરેટ અને પથ્થર વડે શરીર ઉપર આડેધડ માર મારીને ઇજા કરી હતી આટલું જ નહીં ચા બનાવવાના લોખંડના ચમચા વડે તેને નેણના ભાગે માર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી શિવાજી પાર્ક શેરી નં-૩ માં રહેતા મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૩)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કાળુભાઈ મોગલ અને અકબરભાઈ ફકીર રહે. બંને સીટી સ્ટેશન રોડ વાંકાનેર તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી કાળુભાઈ અને અકબરભાઈએ તેના ફોનમાં ફોન કરી સ્પીકર ફોન ઉપર તેને ગાળો આપી હતી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને અકબરભાઈ તેમજ અજાણ્યા શખ્સ દ્વારા તેને પથ્થર અને પ્લાસ્ટિકના કેરેટ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી અને અકબરભાઈએ ચા બનાવવાનો ચમચો ફરિયાદી યુવાનને નેણના ભાગે મારીને ઈજા કરેલ છે જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આગળની વધુ તપાસ વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે




Latest News