મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં સીલીકોસીસ પીડીત સંધ દ્વારા પડતર માંગણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબીમાં સીલીકોસીસ પીડીત સંધ દ્વારા પડતર માંગણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબીમાં સીલીકોસીસ પીડીત સંધ દ્વારા પોતાની પડતર માંગણી બાબતે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, “આ વર્ષે વીશ્વ આરોગ્ય સંસ્થાએ ૭ એપ્રીલની ઉજવણી માટે જે વીષય પસંદ કર્યો છે તેમાં “મારું આરોગ્ય, મારો અધીકાર” આ સંદર્ભે સીલીકોસીસ પીડીત સંઘ દ્વારા મોરબીમાં જાહેર જાગૃતી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ જીલ્લા કલેક્ટરને પડતર માંગણીઓ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

હાલમાં સીલીકોસીસ પીડીત સંઘ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં સીલીકોસીસ જેવા જીવલેણ રોગથી પીડાતા ભારતના નાગરીકો માટે વીશ્વ આરોગ્ય સંસ્થાએ ખાસ દીવસની ઉજવણી કરી હતી અને દરેક જગ્યાએ, દરેક નાગરીકને ગુણવત્તાભરી આરોગ્ય સેવાઓ, શીક્ષણ અને માહીતી મેળવવાનો અધીકાર છે. તે ઉપરાંત પીવાનું સ્વછ પાણી, શ્વસવા માટે ચોખ્ખી હવા, પોષણયુક્ત આહાર, સારું ઘર, કામ કરવાના આરોગ્યપ્રદ સ્થળો અને ભેદભાવથી મુક્તીએ પાયાના માનવ અધીકાર છે. જો કે, સીલીકોસીસ પીડીતો આ અધીકારોથી વંચીત છે જેથી મોરબી જીલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે

વધુમાં રજૂઆતમાં જણાવ્યુ છે કે, સુપ્રીમ કોર્ટના હુકમ અને રાષ્ટ્રીય માનવ અધીકાર પંચની ભલામણોને પગલે ગુજરાત સરકારે સીલીકોસીસ પીડીતો માટે વીનામુલ્યે સારવાર પુરી પાડવાનો આદેશ કરેલ છે પરંતુ તેનો મોરબી ખાતે અમલ નબળો છે. હાલ મોરબીમાં ઓળખી કઢાયા હોય તેવા ૫૦ જેટલા દર્દીઓ છે જેઓ આરોગ્ય સેવા લેવા સીવીલ હોસ્પીટલમાં જાય છે. તેમને પંપની અને ઓક્સીજનની જરુર પડતી હોય છે. તેમને પંપ બહારથી ખરીદી લેવા કહેવાય છે અને ઓક્સીજનની તો કોઇ જ વ્યવસ્થા કરી આપવામાં આવતી નથી ! અને રાજ્ય તરફથી તેની વ્યવસ્થા કરવામાં આવતી નથી 

ત્યારે દર્દીને અઠવાદીયે ૫૦૦ થી વધુનો ખર્ચ થાય છે. અને પથારીવશ દર્દી પોતાનું ગુજરાન ચલાવવા કમાઇ ન શકે તેટલો અપંગ/અશક્ત થઈ ગયો છે અને તમામ ખર્ચ તેની નબળી કેડ પર પડે છે, તે દેવામાં ડુબી જાય છે ત્યારે રાજ્ય તેને ઓક્સીજનની સુવીધા પુરી પાડી ન શકે ? આવા દર્દીઓને ઓળખ કાર્ડ પણ કાઢી આપવામાં આવે તે જરૂરી છે તેમજ સીલીકોસીસ પીડીતોને ટીબી સંક્રમણથી બચાવવા પોષણયુક્ત આહાર ખુબ ઉપયોગી થાય છે ત્યારે આ દર્દીઓને પોષણયુક્ત આહાર માટે અંત્યોદય કાર્ડ કાઢી આપવામાં આવે તો તેઓને ફાયદો થાય તેમ છે જેથી આ માંગણીઓને કલેક્ટર દ્વારા વહેલી તકે ઉકેલવામાં આવે તે જરૂરી છે








Latest News