મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા મોરબીના ઇન્દીરાનગર, ગોકુલનગર અને ગાંધી સોસાયટી વિસ્તારમાં દારૂની રેડ ૯૩ બોટલ મળી, કાર્યવાહી શરૂ હળવદમાં યોજાયેલ મેગા મેડીકલ કેમ્પનો 1750 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગરમાં પત્ની-સાસુને જમાઈએ ઢીબી નાખ્યા


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગરમાં પત્ની-સાસુને જમાઈએ ઢીબી નાખ્યા

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગર વિસ્તારમાં પત્ની અને સાસુને જમાઈએ માર માર્યો હતો જેથી ઈજા પામેલા હાલતમાં બંને મહિલાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતા સુનિતાબેન રમેશભાઈ પરમાર (૨૬) અને કવિતાબેન લાભુભાઈ ગોહેલ (૪૫) નામના બંને મહિલાઓને માર મારવામાં આવ્યો હોવાથી તે બંનેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સુનીતાબેનના પતિ રમેશભાઈ પરમાર દ્વારા સુનીતાબેનને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના સાસુ સવિતાબેનને પણ રમેશભાઈ દ્વારા મારવામાં આવ્યો છે જેથી કરીને ઇજા પામેલા બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા

મહિલા સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર પાસે મચ્છુનગર ખાતે રહેતા નીરૂબેન જયંતીભાઈ દેવીપુજક (૩૫) વાળાને ઘરે મારામારીમાં ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની  મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મહેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News