મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગરમાં પત્ની-સાસુને જમાઈએ ઢીબી નાખ્યા
મોરબીના ટિંબડી નજીક અજાણ્યુ કેમિકલ પી જતા ઉલટીઓ થવા લાગતાં આધેડ સારવારમાં
SHARE









મોરબીના ટિંબડી નજીક અજાણ્યુ કેમિકલ પી જતા ઉલટીઓ થવા લાગતાં આધેડ સારવારમાં
મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આધેડ કોઈ અજાણ્યુ કેમિકલ પી જતા તેને ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ધનજીભાઈ પાંચાભાઇ સોલંકી (૫૦) નામના આધેડ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી પાટીયા નજીક સનલેક્સ ફેબ્રિક ખાતે કોઈ અજાણ્યુ કેમિકલ પી ગયા હતા જેથી કરીને તેને ઉલટીઓ થવા લાગતા તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને પ્રાથમિક તપાસ એમ.એલ. બારૈયા દ્વારા કરવામાં આવેલ છે
આધેડ સારવારમાં
વાંકાનેર તાલુકાના સમથેરવા ગામના રહેવાસી રાજુભાઈ આલાભાઇ ગોગીયા (૫૦) નામના આધેડ મોરબી તાલુકાના ખરેડા ગામ પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
