કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 4 રેડ: 19 બોટલ વિદેશી, 25 લિટર દેશી દારૂ અને 300 લિટર આથો કબ્જે વાંકાનેરના ભલગામ નજીક બીમારી સબબ અજાણ્યા યુવાનનું મોત બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતા સારવારમાં


SHARE











મોરબીના ધરમપુર ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતા સારવારમાં

મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા જયદીપભાઇ ગમારાના પત્ની સોનુબેન (૨૩)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.ડી. ડાંગર ચલાવી રહ્યા છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો ૧૮ મહિનાનો છે જોકે તેણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા નઝીરહુસેન મહેબૂબશા કાદરી (૩૫) નામનો યુવાન મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ દેવ ફન વર્લ્ડ પાસે રોડ ઉપરથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકની આડે કૂતરું આવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થયેલ હોવાથી ઇજા પામેલા યુવાનને મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવેલ છે






Latest News