મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાટીયા પાસે ટ્રક ટ્રેલરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE









માળીયા (મી)ના હરીપર પાટીયા પાસે ટ્રક ટ્રેલરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત

મોરબી કંડલા હાઇવે રોડ પર આવેલ હરીપર ગામના પાટીયા પાસે હિરવા કોર્પોરેશન નામના મીઠાના કારખાના સામેથી આધેડ પોતાનું ટ્રક ટ્રેલર લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી ટ્રક ટ્રેલર લઈને આવી રહેલા ડ્રાઇવરે પોતાનું વાહન આધેડના વાહનમાં અથડાવ્યું હતું જેઠીઉ કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં અકસ્માત સર્જનાર ટ્રક ટ્રેલરના ચાલકને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં કચ્છના ગાંધીધામ ખાતે જે.આર. રોડલાઇન્સ ખાતે રહેતા જગવીરસિંહ બીરબહાદુર (57)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 12 એવાય 4494 ના ચાલક શિવાજી ઘોડીરામ માને (48) રહે. કોહિનૂર હોટલ પાસે બાવળિયા વાળી રાજુલા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કંડલા મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ માળિયા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસે હિરવા કોર્પોરેશન નામના મીઠાના કારખાના સામેથી ફરિયાદી પોતાનો ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીઝેડ 6987 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આરોપી તેનું ટ્રક ટ્રેલર લઈને આવતો હતો અને ફરિયાદીના ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં આરોપીએ તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આરોપીને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.




Latest News