મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીના જેતપર ગામે હનુમાન મંદિરનુ પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાર બાદ ગઇકાલે હનુમાનજી મંદિર ખાતે બોસીયા પરિવાર તેમજ ઝંઝવાડીયા પરિવારના યજમાન પદે હનુમાન જયંતી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે રામજી મંદિરના ચોકથી હનુમાનજીના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ શોભાયાત્રા બાદ મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં રામજી મંદિરના મહંત પ્રકાશ મહારાજ, મહાકાલેશ્વર શિવ મંદિરના મહંત બલરાજગીરી બાપુ, જડેશ્વર મંદિરના મહંત ભાણદાસ બાપુ, દુધઈ જગ્યાના મોહન ગુરુ કેશવદાસ બાપુ, હળવદ ગુરુ સેવાળદાસ બાપુ વગેરે સંતો તેમજ અનુસૂચિત જાતિ મોરચાના મોરબી જિલ્લા પ્રમુખ વિઠ્ઠલભાઈ ચાવડા તેમજ પૂર્વ પ્રમુખ બાબુભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા અને બોસિયા પરિવાર તેમજ ઝંઝવાડીયા પરિવાર દ્વારા સંતો, દાતાઓ તેમજ ભુવાઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને સરપંચ જેઠાભાઈ બોસિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને સંતોએ આશીર્વચન પાઠવેલ હતા આ તકે જેતપર ગામના તમામ સમાજના લોકોને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનીને સાથે પ્રસાદ લીધો હતો આમ મોરબી જિલ્લાનું જેતપર ગામે સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગને સફળ બનાવવા હરેશભાઈ બોસિયા અને દલિત સમાજ યુવા ટીમ તેમજ ગ્રામજનોએ વિશેષ જહેમત ઉઠાવી હતી.




Latest News