વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ નજીક આવેલ સોનાગ્રા ટ્રાન્સપોર્ટની ઓફીસ પાસેથી બે બાઈકની ચોરી


SHARE









મોરબીના લખધીરપુર રોડ નજીક આવેલ સોનાગ્રા ટ્રાન્સપોર્ટની ઓફીસ પાસેથી બે બાઈકની ચોરી

મોરબીના લખધીરપુર રોડના નાકા પાસે આવેલ સોનાગ્રા ટ્રાન્સપોર્ટની ઓફીસની બાજુમાથી સમયાંતરે બે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ટ્રક ડ્રાઇવરે હાલમાં બે બાઇકની ચોરી કરવામાં આવી હોવાની મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે જેથી કરીને પોલીસે ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલા ૩ શખ્સો સામે ચોરીનો વધુ એક ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ શનાળા બાયપાસ, ફીદાઇ પાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતાં સોહીલભાઇ બદરૂદીન લાખાણી જાતે ખોજા મુસ્લીમ (ઉ.૩૫)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના લખધીરપુર રોડના નાકા પાસે આવેલ સોનાગ્રા ટ્રાન્સપોર્ટની ઓફીસની બાજુમાથી તેમણે પોતાનું બાઇક નંબર જી.જે. ૦૩ એચ.જી. ૪૯૧૩ જેની કિંમત ૧૫૦૦૦ રૂપિયા વાળું ગત તા ૨૧/૭/૨૧ ની રાતે પાર્ક કરીને મૂકયુ હતું જેની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી હતી અને આવી જ રીતે જી.જે. ૩૬ સી ૪૨૮૩જેની કિંમત ૨૫૦૦૦ વાળું પણ ચોરી કરવામાં આવેલ છે થોડા સમય પહેલા મોરબી પંથકમાથી બાઈકની ચોરી કરતી ગેંગને પકડી હતી જેથી કરીને આ ગેંગે ફરિયાદિના બાઇકની પણ ચોરી કરેલ હોવાથી તેમણે હાલમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગૌતમ ટપુભાઈ ડાભી, વિકાસભાઈ ભરતભાઇ પનારા અને રાકેશ દેવજીભાઈ મકવાણા નામના થાનના રહેવાસી ત્રણ શખ્સોની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના ધમલપર-૩ માં રહેતા હુસેનભાઇ અલાઉદ્દિનભાઇ દેકાવાડિયા જાતે મોમીન (ઉ.૫૩)એ હાલમાં એક્સેન્ટ ફોરવ્હીલ ગાડી નંબર જીજે ૧૦ બીઆર ૨૨૬૬ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રાણેકપર ગામના પાટીયા પાસે શિવશકિત હોટેલની સામેથી તેઓ પોતાની ગાડી નંબર જીજે ૩૬ એલ ૨૪૯૨ લઈને જતાં હતા ત્યારે જીજે ૧૦ બીઆર ૨૨૬૬ ના ચાલકએ તેની કારને ફરિયાદીની કારની સાથે અથડાવી હતી જેથી ફરિયાદીને જમણા ખંભામાં ફેકચર તેમજ છાતીના ભાગે મુંઢ ઇજા થયેલ છે હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News