માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો સરકારે પ્રત્યુતર ન આપતા કર્યો ખેડૂતોએ હુંકાર: મોરબીના જેતપર ગામે 10 જાન્યુઆરી 2027ના રોજ યોજાશે કિસાન અધિકાર મહાપંચાયત  છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના: મોરબી જિલ્લાના ૯ તેજસ્વી તારલાઓને ૧.૦૫ લાખની આર્થિક સહાય અપાઈ મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના 3 બનાવમાં 3 યુવાનોના મોત હળવદના કોયબા ગામે થ્રેસરનું સેટિંગ કરતા માથું ટ્રેક્ટરની પેટી-ટોપલીગ વચ્ચે ફસાઈ જતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે ભુમિ ટાવરમાં જુગાર રમતા છ શખ્સો ૬૯૫૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







































મોરબીના નાની વાવડી ગામે ભુમિ ટાવરમાં જુગાર રમતા છ શખ્સો ૬૯૫૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી તાલુકાના નાની વાવડી ગામે ભુમિ ટાવરના ફલેટ નં.૨૦૩માં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ફ્લેટમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી ઉપરાંત પાંચ આમ કુલ મળીને છ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૬૯૫૦૦ ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ હતી

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે ભુમિ ટાવરના ફલેટ નં.૨૦૩માં રહેતા અમરશીભાઇ રાઘવજીભાઇ રૂપાલાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અમરશીભાઇ રાઘવજીભાઇ રૂપાલા (ઉ.૭૫), દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલા (ઉ.૬૩), ચંદુલાલ નરશીભાઇ સંઘાણી (ઉ.૬૫), લખમણભાઇ બાબુભાઇ ગોગરા (ઉ.૩૦), મનસુખભાઇ બાબુભાઇ જીલરીયા (ઉ.૩૯) અને જયકિશન યોગેશભાઇ ખાંભરા (ઉ.૩૩) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપિયા ૬૯,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે














Latest News