માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરનારા પત્નીના પૂર્વ મંગેતરની ધરપકડ


SHARE











મોરબીમાં યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરનારા પત્નીના પૂર્વ મંગેતરની ધરપકડ

મોરબીમાં માટીનો ટ્રક ખાલી કરવા માટે આવેલ મૂળ કચ્છના રહેવાસી યુવાનના લગ્ન જે યુવતીની સાથે થયેલ છે તે યુવતીની અગાઉ જેની સાથે સગાઈ થયેલ હતી તે શખ્સની સાથે સગાઈ તૂટી ગયેલ હતી જે બાબતનો ખર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ કચ્છના રાપર તાલુકાના સાણવા ગામ રહેવાસી અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતાં મોમૈયાભાઈ ભગવાનભાઈ રબારી (૨૨) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સાજણ નારણભાઇ રબારી રહે. ભૂટકિયા ગામના રહેવાસી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તે કચ્છથી માટી ભરી મોરબી વાહનને ખાલી કરવા માટે ગત તા ૨૮ ના રોજ આવેલ હતા ત્યારે લક્ષ્મીનગર ગામ નજીક લક્ષ્મી પ્લાઝા પાસે શેરડીના રસ વાળા પાસે આરોપી સાજણ નારણભાઇ રબારીએ અચાનક પાછળથી આવીને તેના ઉપર પાઈપ વડે હુમલો કરેલ હતી અને માથાના ભાગે પાઈપનો એક ઘા માર્યો હતો તેમજ હાથમાં માર માર્યો હતો જેથી કરીને ફરિયાદીને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને ત્યારે બાદ મોમૈયાભાઈએ પોલીસને જણાવ્યુ હતું કે, અગાઉ આરોપી સાજણની સગાઈ મોમૈયાભાઈના પત્ની વિરાબેન સાથે થઈ હતી જે સગાઈ તૂટી ગયા બાદ મોમૈયાભાઈ સાથે છ મહિના પહેલા તેની સગાઈ અને લગ્ન થયા હતા જે બાબતનો ખાર રાખીને આરોપીએ હુમલો કરેલ છે જે કેસમાં પીએસઆઈ એન.બી. ડાંગર અને વિજયભાઈ સવાસેટાએ આરોપી સાજણ નારણભાઇ ભાંગરા જાતે રબારી (૩૧) રહે. મૂળ ભૂટકિયા હાલ રહે. લક્ષ્મીનગર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News