હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ
Breaking news
Morbi Today

મોરબીમાં કુદરતી હાજતે ગયેલ બે સગીરાના અપહરણના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં કુદરતી હાજતે ગયેલ બે સગીરાના અપહરણના ગુનામાં એક આરોપીની ધરપકડ

મોરબીમાં અપહરણની વિચિત્ર ઘટના થોડા સમય પહેલા બની હતી જેમાં બે સગી બહેનો કુદરતી હાજતે ગયેલ હતી અને ત્યાર બાદ બંને સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના અપહરણની ઘટનાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સગીરાના પિતાએ ફરિયાદ નોંધવેલ હતી જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીરા વયની દીકરીઓના અપહરણ કરવામાં આવ્યા હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેમાં સગીરાના પિતાએ જણાવ્યુ છે કે, ગત તા. ૧૩ ના રોજ સાંજે તે ઘરે આવ્યા ત્યારે તેની પત્નીએ તેને કહ્યું હતું કે, બપોરે ત્રણેક વાગ્યે તેની ૧૪ નાની દીકરી અને તેની સાથે લગ્ન કરાવી દીધેલ મોટી દીકરી ઘર પાસે આવેલ ખેતરમાં કુદરતી હાજતે ગઈ હતી અને બાદમાં પછી ઘરે આવી નથી જેથી તેને શોધવા છતાં તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતો અને ત્યાર બાદ સગીરાના પિતાએ બંને દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને રાઇટર કિશોરભાઇ મકવાણા દ્વારા એક આરોપી દિપક બાલુભાઈ વર્મા (૨૧) રહે. નવાગામ રોડ સ્પેનિયા ટાઇલ્સ મોરબી મૂળ રહે. એમપી વાળાની ધરપકડ કરેલ છે અને બંને દીકરીઓને હાલમાં તેના વાલીને સોપી દેવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જે બે દીકરીઓના અપહરણ કરવાં આવ્યું હતું તેમાં મોટી દીકરીના લગ્ન કરવામાં આવ્યા છે જો કે, તે પણ સગીરા હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને હાલમાં પકડાયેલ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે




Latest News