હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી : લગ્નના ૨૨ વર્ષ બાદ પણ સંતાન સુખ ન હોય યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE













મોરબી : લગ્નના ૨૨ વર્ષ બાદ પણ સંતાન સુખ ન હોય યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબી તાલુકાના નવી પીપળી ગામે ગોજારો બનાવ બન્યો હતો.જેમાં લગ્ન જીવનના ૨૨ વર્ષો જેવો સમય વીતી જવા છતાં પણ ગરાસીયા યુવાનના ઘરે પારણું બંધાયુ ન હોય અને સંતાન સુખ ન હોય આ બાબતનું મનોમન દુઃખ રહેતું હોવાથી યુવાને તેના ઘરના પાછળ આવેલા ગાય બાંધવાના એક ઢાળિયામાં રાત્રી દરમિયાન દોરડા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને યુવાનનું મોત નિપજયુ હતું.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસે આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા નવી પીપળી ગામે ગરાસીયા યુવાને ગળેફાંસો ખાઈ લીધો હોવાનો કોલ આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા તપાસ માટે પહોંચ્યા હતા.જેમાં સામે આવ્યું હતું કે મોરબીના નવી પીપળી ગામે રહેતા અને સીરામીકમાં કામકાજ તેમજ ખેતી કામ કરતા સિધ્ધરાજસિંહ સુરૂભા ઝાલા નામના ૪૮ વર્ષના યુવાને તેમના ઘરના પાછળના ભાગે આવેલા ગાય બાંધવાના એક ઢાળિયામાં દોરડા વડે તા.૩-૫ ના રાત્રી દરમિયાન કોઈપણ સમયે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેની તા.૩-૫ ના સવારે ૭:૩૦ વાગ્યે જાણ થતા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી.બાદમાં મૃતકના ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યું હતું અને તપાસ અધિકારી દ્વારા મૃતક સિધ્ધરાજસિંહના પિતા સુરૂભા ઝાલાનું નિવેદન લેવામાં આવ્યું હતું.જેમાં સામે આવ્યું હતું કે મૃતક સિદ્ધરાજસિંહ સુરૂભાઈ ઝાલા નામના યુવાનના ૨૨ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા.જોકે લગ્ન જીવન દરમિયાન તેમના ઘરે પારણું બંધાયું ન હોય અને સંતાન સુખ ન હોય તે બાબતનું સતત તેઓને માનસિક દુ:ખ રહેતુ હતુ.જેને લઈને તેઓએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત નિપજયુ હતું.હાલ આ બનાવ અંગે નોંધ કરીને તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.આ ઘટનાને પગલે ઝાલા પરિવાર તેમજ નાના એવા નવી પીપળી ગામે શોક વ્યાપી ગયો હતો.

દારૂના ગુનામાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલાનોંધાયેલ દારૂના ગુનાની ક્રોસ તપાસ મોરબી સીટી એ ડિવિઝનના પીએસઆઇ એ.વી.પાતળીયાને સોંપવામાં આવેલી હોય અને જે તે સમયે ૧૬૨ બોટલ જેટલો દારૂનો જથ્થો તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી પકડાયો હતો.તે ગુનો નોંધાતા તેમાં અગાઉ ત્રણેક ઇસમોની ઘરપકડ થઈ હતી અને વધુ એકનું નામ ખુલેલું હોય હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ પાતાળિયા દ્વારા દારૂના કેસમાં મહિપાલસિંહ જીતેન્દ્રસિંહ કેર (૨૮) રહે.મૂંગણી ગામ રામજી મંદિર પાસે તાલુકો સિક્કા જીલ્લો જામનગરની ઘરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

ટ્રેઇલરમાં આગ લાગી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામની સીમમાં કોયો ગ્રેનાઈટો સિરામિક નામના યુનિટના ગ્રાઉન્ડમાં કોઈપણ કારણોસર કે શોર્ટ સર્કિટના લીધે ટ્રેઇલરમાં આગ લાગવાના બનાવ બન્યો હતો અને આ આગ લાગવાના બનાવ સંદર્ભે હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે મુજાહિદભાઈ ઉંમરમહોમ્મદ મુસ્લિમ (૩૨) રહે.બઘોલા ફિરોજપુર જીલખા નુંહ મેવાત હરિયાણા વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરીને જણાવ્યું હતું કે, ગત તા.૨૮-૪ ના સવારે ૧૧ વાગ્યાના અરસામાં કોયો ગ્રેનાઈટોના ગ્રાઉન્ડમાં રહેલ તેમના ટ્રેઇલરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેથી હાલ તાલુકા પોલીસ મથકના જે.બી.પરમારએ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની આગળની તપાસ હાથ ધરી છે.






Latest News