વાંકાનેર નજીક બોગસ ટોલનાકા બંધ કરાવવાનો ખાર રાખીને કર્મચારીને માર માર્યો : રિવોલ્વર કે અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારા તાલુકાની શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ એક યુવાનનું મોત-એક સારવારમાં ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ૯૨ મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
Breaking news
Morbi Today

ટંકારાના સખપર ગામે બંધ વાડાના મકાનમાંથી જીરૂના ૩૬-લસણના ૧૧ કોથળા ચોરી જનાર પાંચ તસ્કરની ૧૦.૧૨ લાખના મુદામાલ સાથે ધરપકડ


SHARE

ટંકારાના સખપર ગામે બંધ વાડાના મકાનમાંથી જીરૂના ૩૬-લસણના ૧૧ કોથળાની ચોરી કરનાર પાંચ તસ્કરોની ૧૦.૧૨ લાખના મુદામાલ સાથે ધરપકડ

ટંકારાના સખપર ગામે રહેતા યુવાને પોતાના મકાન પાસે બંધ વાડાના મકાનમાંથી જીરૂના ૩૬ અને લસણના ૧૧ કોથળાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી ૪,૧૨,૫૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને હાલમાં આ ગુનામાં પાંચ આરોપીની ધરપકડ કરીને પોલીસે તેની પાસેથી ૧૦.૧૨ લાખનો મુદામાલ કબજે કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા હસમુખભાઈ રણછોડભાઈ કોરીંગા જાતે પટેલ (૪૪)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, ફરિયાદી યુવાને તેના ઘર પાસે આવેલ વાડામાં બંધ મકાનમાં જીરુંના ૩૬ કોથળા જેમાં ૭૫ મણ જીરૂનો જથ્થો તેમજ લસણના ૧૧ કોથળા જેમાં ૩૦ મણ લસણનો જથ્થો હતો આ લસણ અને જીરું ભરેલા કોથળાની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૪,૧૨,૫૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી.

દરમ્યાન ટંકારા પોલીસ સ્ટેશનના વિજયભાઈ નાગજીભાઇ બાર, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા અને કૌશિકકુમાર રતિલાલ પેઢડીયાને સયુક્ત બાતમી મળી હતી જેના આધારે પોલીસે આરોપી સાગરભાઇ દીલીપભાઇ અત્રેસા (કોળી) રહે. મૂળ સખપર હાલ રહે. વાવડી રોડ બાપાસીતારામ મઢુલી પાસે જીવન જયોત સોસાયટી મોરબી, રમેશભાઇ અવચરભાઇ દારોદ્રા (કોળી) રહે. નેકનામ તાલુકો ટંકારા, બીપીનભાઇ વીરજીભાઇ સાણદીયા (પટેલ) રહે. નેકનામ તાલુકો ટંકારા, હીન્દુભાઇ લાખાભાઇ સાટકા (ભરવાડ) રહે. સખપર તાલુકો ટંકારા અને  પ્રવિણભાઇ વાલજીસભાઇ વેદાણી (કોળી) રહે. હોળાયા તાલૂકો ગઢડા હાલ રહે. નેકનામ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સોએ ચોરીમાં ગયેલ જીરૂ વેચાણા કરીને મેળવેલ  રોકડા રૂપિયા ૩,૩૭,૫૦૦ તથા લસણના ૧૧ બાચકા અને ગુન્હામાં ઉપયોગમાં લીધેલ બે મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે ૨૦ વી ૯૧૬૮ અને જીજે ૧૦ ટીએક્સ ૪૪૭૬ જે બંનેની કિંમત કુલ મળીને ૬,૦૦,૦૦૦ આમ કુલ મળીને પોલીસે આરોપીઓ પાસેથી ૧૦,૧૨,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી પીએસઆઈ એમ.જે.ધાધલ તેમજ સી.એસ. કડવાતર, બી.ડી. વરમોરા, વિજયભાઇ બાર, કૌશિકકુમાર પેઢડિયા, સિધ્ધરાજસિંહ ઝાલા અને વિપુલભાઇ બાલાસરા સહિતની ટીમે કરી હતી.
Latest News