મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ મોરબીમાં રોડ સાઈડમાં સૂતેલા બાળકની છાતિ ઉપરથી કારનું ટાયર ફરી ગયુ ! મોરબીના રંગપર નજીક નાલામાં ડૂબી જતા 4 વર્ષના બાળકનું મોત: જૂના રફાળેશ્વર રોડે કારખાનામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત મોરબી નજીકથી 315 બોટલો દારૂ ભરેલ ગાડી સાથે 2 શખ્સ ઝડપાયા: 8.75 લાખનો મુદમાલ કબ્જે મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘરમાં ચક્કર આવતા પડી ગયેલ આધેડ અને કામ કરતાં સમયે બે એપાર્ટમેન્ટ વચ્ચે પડી જવાથી યુવાનનું મોત વાંકાનેરના રાતીદેવરી ગામે પિતાની દુકાનના પગથીયા પાસે બેઠેલા વૃદ્ધને પથ્થરના ઘા ઝીકયા મોરબી અને પીપળીમાં જુગાની 2 રેડમાં 4 મહિલા સહિત કુલ 8 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાંથી બિનવારસી સહીતના દીવંગતોના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમે સામુહીક વિસર્જન કરાશે


SHARE





મોરબીમાંથી બિનવારસી સહીતના દીવંગતોના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમે સામુહીક વિસર્જન કરાશે

મોરબી જલારામ મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીતના દીવંગતોના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે અને અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતોના અસ્થિ શહેરના વિદ્યુત સ્મશાને સંસ્થાના અસ્થિ કુંભમા પધરાવવા અનુરોધ કરેલ છે

મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે. હીન્દુ ધર્મની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ મંદીર દ્વારા તા.૧૬-૫ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા બિનવારસી મૃતદેહોના અસ્થિઓ ઉપરાંત જે લોકો પોતાના દીવંગતોના અસ્થિઓ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તા.૧૫-૫ બુધવારના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે.જે કોઈ વ્યક્તિઓ પોતાના સ્વજનોના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે આગામી તા.૧૫-૫ બપોરે ૩ વાગા સુધીમા શહેરના વિદ્યુત સ્મશાન ખાતે જલારામ મંદીરના અસ્થિ કુંભમા પધારાવવા વિનંતી કરાયેલ છે. આ કાર્યમા સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશભાઇ જાની, ચિરાગભાઈ રાચ્છ, હરકાંતભાઈ વ્યાસ, ભાવીનભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ જોડાશે.




Latest News