મોરબી નજીક કારખાનામાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ન કરવાનું કર્યું: મહિલા સારવારમાં
SHARE









મોરબી નજીક કારખાનામાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ન કરવાનું કર્યું: મહિલા સારવારમાં
મોરબીના જુના રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતી મહિલા અને તેના પતિ સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ આવેશમાં આવીને તેણે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આજની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સોલીટા સિરામિક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા બબીતાબેન ઇન્દ્રપાલ આદિવાસી (૨૪) નામની મહિલાએ લેબર કવાર્ટરમાં હતી ત્યારે લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મહિલાને તેના પતિ સાથે ઝઘડો થયો હતો અને તેને આવેશમાં આવીને આ પગલું ભર્યું હતું તેવું તેણે જણાવેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે
મારા મારીમાં ઇજા
મોરબીમાં ચિત્રકૂટ સિનેમા નજીક રોડ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના નવલખી રોડ પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા હર્ષદ વિનોદભાઈ મકવાણા (૨૬) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી
