મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં બુધવારે બપોરે ડુબી ગયેલ બે તરૂણ સહિત ત્રણેયના મૃતદેહ મળ્યા: NDRF-SDRF સહિતની ટીમો દ્વારા ઓપરેશન પુરુ


SHARE





મોરબીની મચ્છુ નદીમાં બુધવારે બપોરે ડુબી ગયેલ બે તરૂણ સહિત ત્રણેયના મૃતદેહ મળ્યા: NDRF-SDRF સહિતની ટીમો દ્વારા ઓપરેશન પુરુ

મોરબી નજીકના સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ન્હાવા માટે સાત મિત્રો ગયા હતા દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે બે કૌટુંબિક ભાઈ અને ભાણેજને શોધવા માટેની કવાયત ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને નદીમાં ડૂબી ગયેલ ત્રણ વ્યક્તિઓની ક્રમશ: બોડી મળી આવેલ છે અને મોરબી તથા રાજકોટની ફાયર બ્રિગેડની ટીમ તેમજ હળવદના તરવૈયાઓની ટીમ અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમે ૨૬ કલાકે રેસક્યું ઓપરેશન પુરુ કરેલ છે

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા એક જ કુટુંબના પાંચ તરુણ અને તેની સાથે અન્ય બે આમ કુલ મળીને સાત વ્યક્તિઓ સ્વિમિંગ પુલમાં ન્હાવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તેઓ સ્વિમિંગ પૂલમાં જવાના બદલે મોરબી નજીક સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં હાલમાં મચ્છુ બે ડેમમાંથી પાણી છોડ્યું છે જેથી કરીને પાણીની આવક હોય ત્યાં ન્હાવા માટે તે પહોંચ્યા હતા ત્યારે પરમાર ચિરાગ તેજાભાઈ (૨૦) નામનો યુવાન પાણીમાં પડતાની સાથે જ તે તણાવવા લાગ્યો હતો જેથી કરીને તેને બચાવવા માટે થઈને ભંખોડીયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (૧૬) નામનો તરુણ પાણીમાં પડ્યો હતો અને તે પણ તણાવવા લાગતા તેને બચાવવા માટે ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ (૧૭) નામનો તરુણ પાણીમાં પડ્યો હતો

આ ત્રણેય મચ્છુના પાણીમાં તા ૧૫/૫ ના રોજ બપોરે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં ડુબી ગયા હતા જેથી તેને શોધવા માટે થઈને મોરબી નગરપાલિકાની ટીમને જાણ કરી હતી અને ફાયરની ટિમ બપોરના ૧૨:૩૦ વાગ્યાથી મચ્છુ નદીમાં શોધખોળ કરી રહી છે પરંતુ મોડી રાત સુધી પાણીમાં ડૂબી ગયેલ ત્રણ પૈકીનાં એકપણ વ્યક્તિનો પત્તો લાગેલ ન હતો જો કે, મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી ગયેલા ત્રણેય વ્યક્તિઓને શોધવા ગાંધીનગરથી એનડીઆરએફ અને બનાસકાંઠાથી એસડીઆરએફની એક એક ટીમ મોરબી મોકલાવવામાં આવેલ હતી તેવામાં નદીમાં ડૂબી ગયેલા ત્રણ પૈકીનાં ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ (૧૭) અને પરમાર ચિરાગ તેજાભાઈ (૨૦) નામના બે વ્યક્તિના પહેલા નદીમાંથી મૃતદેહ મળી આવેલ હતા જો કે, ધર્મેશ ભંખોડીયાનો પત્તો લાગ્યો ન હતો માટે શોધતા હતા તેવામાં બપોરે પોણા બે વાગ્યાના અરસામાં તેની બોડી પણ ફાયર સહિતની ટીમે શોધી કાઢેલ છે. અને ભંખોડીયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (૧૬)ની બોડી તેના પરિવારને સોંપી આપેલ છે અને ૨૬ કલાકે રેસ્ક્યુ ઓપરેશન પુરુ કરેલ છે




Latest News