મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર
SHARE









મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર
રાજકોટ ગેમઝોન આગની ઘટના પછી મોરબીમાં તંત્ર હવે જાગ્યું છે અને ગેમ ઝોન ચેક કરવામાં આવ્યા ત્યારે એક પણ ગેમઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબીમાં આવેલ ત્રણેય ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે
છેલ્લા વર્ષોમાં સુરતની તક્ષશીલા, મોરબી ઝુલતા પૂલ જેવી અનેક ઘટના બની છે તો પણ સરકારે કોઇની સામે આકરા પગલાં લીધેલ નથી જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું જ રહે છે દરમ્યાન રાજકોટ ખાતે ગેમઝોન આગની ઘટના બની હતી જેમાં ૩૦ જેટલા લોકોના મોત નિપજ્યાં છે જે બનાવની હવે સીટ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે જો કે, મોરબીની વાત કરીએ તો ચલલા ઘણા સેમીથી મોરબીની આજુબાજુમાં પણ ગેમ ઝોન આવેલ હતા જો કે, તેને ચેક કરવામાં આવ્યા ના હતા પરંતુ રાજકોટની ઘટના પછી મોરબીમાં તંત્ર હવે જાગ્યું છે અને મોલ, સિનેમા હૉલ તેમજ ગેમ ઝોન ચેક કરવામાં આવે છે તેમાં યોગાટા, લેવલ અપ અને થ્રિલ એન્ડ ચિલ આ ત્રણ ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબીમાં આવેલ ત્રણેય ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે જો કે, રાજકોટ સહિત ગુજરાતમાં જુદાજુદા શહેરમાં છેલ્લા વર્ષોમાં બનેલ ગંભીર બનાવોમાં કસૂરવારોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આગામી દિવસોમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિન નથી

