વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE

મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામદેવનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરમાં હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સોઑરડી વિસ્તાર પાસે આવેલ રામદેવનગરમાં રહેતા મનસુખભાઈ નાનજીભાઈ પરમાર (૪૦) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનો ભત્રીજો પ્રવીણભાઈ કરસનભાઈ પરમાર તેને મૃત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આપઘાતના આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

વધુ પડતી બીપીની ગોળીઓ ખાઈ લેતા સારવારમાં
મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા ધરતીબેન કિશોરભાઈ પડસુંબીયા નામના ૨૭ વર્ષીય મહિલાએ ગત તા.૨૨ ના સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં કોઇકારણસર એકીસાથે ૧૫-૨૦ જેટલી બીપીની ગોળીઓ ખાઈ લેતા તેઓને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેઓએ ઘર અને ક્લિનિક પાસે તેઓએ આ પગલું ભરી લીધું હતું.જેથી તેઓને અસર થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ સુત્રો તરફથી તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા આ બનાવની નોંધ કરીને કારણ બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી
Latest News