ટંકારાના ઓટાળા ગામે વાડીએ ટ્રેક્ટર ચલાવતા ભાઈએ હડફેટે લેતા સગા કાકાની દીકરીનું મોત
રાજકોટ ગેમઝોનની ઘટનાને પગલે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા નગર દરવાજાથી ઝૂલતા પુલ સુધી કેન્ડલ માર્ચ યોજાઇ
SHARE
રાજકોટ ગેમઝોનની ઘટનાને પગલે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા નગર દરવાજાથી ઝૂલતા પુલ સુધી કેન્ડલ માર્ચ યોજાઇ
રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબીના નગર દરવાજાના ચોકથી અંદાજે દોઢ વર્ષ પહેલા જે મોરબીની શાન સમાન જુલતા પુલ તૂટી પડ્યો હતો અને 135 લોકોના ભોગ લેવાયેલ હતા તે સ્થળ સુધી કેન્ડલ માર્ચ યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મનોજભાઇ પનારા, વિજયભાઈ કોટાડીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભાવિકભાઈ મૂછડિયા, જુમભાઇ, કાળુભાઇ, ચિરાગભાઈ રાચ્છ સહિતના હોદેદારો સફેદ વસ્ત્રો પહેરીને હાજર રહ્યા હતા