મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે વાડીએ ટ્રેક્ટર ચલાવતા ભાઈએ હડફેટે લેતા સગા કાકાની દીકરીનું મોત


SHARE











ટંકારાના ઓટાળા ગામે વાડીએ ટ્રેક્ટર ચલાવતા ભાઈએ હડફેટે લેતા ૬ વર્ષની કાકાની દીકરીનું મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામે વાડીએ ટ્રેક્ટર ચલાવતા યુવાને તેની કાકા ની દીકરીને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમા ૬ વર્ષની માસુમ બાળકીને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતકના પરિવારજન દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ઓટાળા ગામે મુકેશભાઈ નાથાભાઈ ઘોડાસરાની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ભાયાભાઈ મોહનિયા જાતે આદિવાસીની છ વર્ષની દીકરી મધુબેનને વાડીએ હતી ત્યારે ત્યાં ટ્રેક્ટર ચલાવી રહેલા સંજયભાઈ મોહનિયા જાતે આદિવાસીએ તેને હડફેટે લેતા બાળકીને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તે બાળકીનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળે છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ભાયાભાઈ મોહનિયા ના મોટાભાઈ નો દીકરો સંજય મોહનિયા રહે મૂળ એમપી વાળો વાડીએ ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો અને ત્યાં બાજરાના વાવેતર વાળા ખેતરમાંથી બાળકી અચાનક આગળના ભાગે ટ્રેક્ટર સામે આવી જતા અકસ્માતે તેને ગંભીર થઈ હતી અને તે બાળકીનું મોત નિપજ્યુ છે જે બનાવાની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલ પંપ સામેના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વાંકાનેરના રહેવાસી ભાવેશભાઈ વિક્રમભાઈ ચાવડા (૨૩) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવીજન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

રાજકોટના કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલ આનંદ નગરમાં રહેતા રાજુભા બાવડાનો ૧૫ વર્ષનો દીકરો વિશ્વરાજ મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળાથી આગળ સ્લમ કવાર્ટર નજીકથી જઈ રહ્યો હતો ત્યારે લીલાપર રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થઇ હતી માટે તેને સારવારમાં મોરબીના સરવાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરીને કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News