મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી મુસ્તાક મીર મર્ડર કેસમાં હિતુભા સહિત ચારનો શંકાનો લાભ આપી કોર્ટે કર્યો છુટકારો


SHARE











મોરબીના ચકચારી મુસ્તાક મીર મર્ડર કેસમાં હિતુભા સહિત ચારનો શંકાનો લાભ આપી કોર્ટે કર્યો છુટકારો

મોરબીના સનાળા રોડ ઉપર વર્ષ ૨૦૧૭ જાહેરમાં ફાયરિંગ કરીને મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી જે ચકચારી કેસ મોરબીની પ્રિન્સિપાલ સેસન્શ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આધાર પુરાવાઓ અને વકીલની દલીલ આધારે મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના ચારેય આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે

વર્ષ ૨૦૧૭ના એપ્રિલ મહિનાની ચોથી તારીખે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ સામે આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મુસ્તાક મીર નામના વ્યક્તિની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી અને જે તે સમયે હત્યના આ બનાવમાં મૃતક મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજા અને પલ્લવભાઈ હર્ષદભાઈ રાવલ નામના ચાર વ્યક્તિઓ સામે હતી અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીની પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીઓના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે તેવી માહિતી આરોપીઓના વકીલ ભાગીરથસિંહ ડોડીયાએ આપેલ છે

મોરબી સહિત સમગ્ર ગુજરાતનાં આ ચકચારી હત્યા કેસની વાત કરીએ તો હિતેન્દ્રસિંહ ઝાલાની સાથે મુસ્તાક મીર કામ કરતો હતો જોકે તેને હિતેન્દ્રસિંહ ઝાલા સાથે જમીન બાબતે પ્રશ્ન ઉભો થયો હતો અને તે બાબતે બંને સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ મોરબીના સનાળા રોડ ઉપર હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા જાહેરમાં એકટીવા ઉપર જઈ રહેલા મુસ્તાક મીરને આંતરિને તેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને ૧૦ જેટલી ગોળીઓ તેને ધરબી દેવામાં આવી હતી જેથી કરીને તેને સારવાર મળે ત્યારે પહેલા જ તેનું મોત નીપજયું હતું અને આ બનાવ બાદ હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના ચારેય આરોપીઓને ક્રમશઃ પકડવામાં આવ્યા હતા જોકે હિતેન્દ્રસિંહ ઝાલા અગાઉ કોર્ટની મુદતે અમદાવાદની જેલમાંથી મોરબી આવી રહ્યા હતા ત્યારે ધાંગધ્રા પાસે પોલીસના ઝાપતાને તોડીને ત્યાંથી ભાગી ગયા હતા જેથી કરીને તેને પકડવા માટે તજવીજ કરવામાં આવી હતી અને જે તે સમયે એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે કચ્છની ગળપાદર જેલમાં છે દરમિયાન આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે મુખ્ય આરોપી સહિતના ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે

વધુમાં મૃતકના વકીલે જણાવ્યુ હતું કે, ફરિયાદીની ફરિયાદમાં એક જ હથિયારમાંથી ફાયરિંગ કરીને મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી છે તેવું લખાવવામાં આવ્યું હતું જો કે, કેસ કોર્ટમાં ચાલી ગયો તેમાં જુદાજુદા હથિયારથી જુદીજુદી સાઈડમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેવું સામે આવ્યું હતું તેમજ મેડિકલ અને સાયંટિફિક પુરાવા વિગેરેમાં પણ શંકાનો લાભ આરોપીઓને મળે તેવી સ્થિતિ હતી જેથી કરીને કોર્ટે મોરબીના ચકચારી હત્યા કેસમાં આરોપીઓને શંકાનો લાભ કોર્ટ તરફથી આપવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ કેસના ફરિયાદી આરીફ મીર ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપી છે જેથી કરીને તે કોર્ટમાં મુદાતે જુબાની આપવા માટે આવતો ન હતો જેથી કરીને તે બાબતનો પણ આરોપીઓને લાભ મળે છે તેવું પણ ચર્ચાઇ રહ્યું છે

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર મુસ્તાક મીર મર્ડરનો કેસ સાત વર્ષ જેટલા સમય સુધી કોર્ટની અંદર કોર્ટ કાર્યવાહી ચાલી છે અને ત્યાર બાદ આરોપીના વકીલ તેમજ આધાર, પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને છોડી મૂકવા આદેશ કરવામાં આવ્યો છે જોકે, મુસ્તાક મીરના ભાઈ આરીફની ઉપર કાલિકા પ્લોટ વિસ્તારમાં ભાડુતી મારા બોલાવીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેની ફરિયાદમાં પણ હિતેન્દ્રસિંહ ઝાલાનું નામ હોય હત્યા કેસમાં ભલે નિર્દોષ છુટકારો થયો હોય પરંતુ આ કેસમાં જામીન મળશે ત્યારબાદ તેને જેલમાંથી મુક્તિ મળશે






Latest News