મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી


SHARE









મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે.

આ ૧૦૨ પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ-૧ અને ૨, નવલખી દરીયાઈ વિસ્તારના આઈસલેન્ડના ૨ કિ.મી.ના વિસ્તારમાં, મોરબી સબ જેલની ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા. લી. કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુંતાસી  થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન, ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, નગર દરવાજા મોરબી, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન મોરબી, સીવીલ હોસ્પીટલ, નવલખી અને જુના અંજીયાસર ફીસીંગ પોઈંટ તેમજ જિલ્લામાં આવેલ વીજ સબ સ્ટેશનો, ડેમી ડેમ ૧ અને ૨, બ્રાહ્મણી ડેમ-૧ અને ૨, તેમજ બંગાવડી ડેમના ૧૦૦ મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર ૫૦ મીટરના વિસ્તારમાં આ જાહેરનામું  તારીખ ૩૧-૦૭-૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.




Latest News