મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા રવિવારે સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન


SHARE










મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા રવિવારે સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે આગામી રવિવારના રોજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ મોરબી જિલ્લા દ્વારા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

સમૂહ રાંદલ ઉત્સવના આ કાર્યક્રમમાં આગામી તા.૨ ને રવિવારના રોજ સવારે ૭ કલાકે પૂજાનો આરંભ થશે, ૧૦ કલાકે કાર્યક્રમનો દિપપ્રાગટ્ય કરવામાં આવશે, જયારે ૧૦:૩૦ કલાકે ગોરણીઓના પગ ધોઈને બપોરના ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે.જ્યારે બપોરના ૨ કલાકે ઘોડો ખુંદવામાં આવશે અને સાંજે ૪ વાગ્યે સંતોના સામૈયા કરવામાં આવશે.આ ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત બ્રહ્મસમજ અધ્યક્ષ ધારણીબેન શુક્લા, ઓલ ઇન્ડિયા બ્રાહ્મીન ફેડરેશનના મહિલા પાંખના પૂર્વ પ્રમુખ ચંદ્રિકાબેન ત્રિવેદી, મોરબીના બ્રહ્મ અગ્રણી અનિલભાઈ મહેતા, પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, શાસ્ત્રી નિખિલભાઈ જોશી વિગેરે ઉપસ્થિત રહેશે. બ્રહ્મ સમાજની જુદી જુદી સંસ્થાઓ આ સમૂહ રાંદલ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે.તેમ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ મોરબી જિલ્લાના હોદેદારો દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News