મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી-માળીયામાં રસ્તા મજબૂત બને તે માટે લોકો-સ્થાનિક આગેવાનો ધ્યાન આપે: બ્રિજેશભાઈ મેરજા


SHARE







મોરબી-માળીયામાં રસ્તા મજબૂત બને તે માટે લોકો-સ્થાનિક આગેવાનો ધ્યાન આપે: બ્રિજેશભાઈ મેરજા

માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના મોરબી જિલ્લામાં ૫૪ કરોડ રૂપિયાના રોસ રસ્તાના કામોને મંજૂર કરવામાં આવેલ છે જે પૈકીનાં ૧૯ રસ્તાના કામનું મંત્રી બ્રિેજેશભાઇ મેરજાના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગામના લોકોને અને આગેવાનોને તેઓના વિસ્તારના રોડ રસ્તા સારા અને ટકાઉ બને તેના માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવા બની રહેલા રોડના કામ ઉપર પૂરું ધ્યાન આપવા માટે આહ્વાન કર્યું હતું અને જો કામ નબળું થતું હોય તો મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના ચેરમેન અને અધિકારીને તેની જાણ કરવા માટે ટકોર કરી હતી
 

મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાનો રાજ્યના મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી મોરબી જીલ્લામાં વિકાસની ગાડી જેટ ગતિએ દોડતી હોય તેવું જોવા મળી રહયું છે અને અત્યાર સુધીમાં બ્રિજેશભાઇ મેરજા સરકરમાથી મોરબી જિલ્લા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈને આવ્યા છે અને છેલ્લે મોરબી તેમજ માળીયા તાલુકાનાં જુદાજુદા ગામોને જોડતા રસ્તા માટે ૫૪ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને તેના જોબ નંબર પણ આપી દેવામાં આવ્યા છે જેથી કરીને આજે નવા બનનાર રોડમાં જેતપર રાપર રોડરંગપર જીવાપર રોડજીવાપર ચકમપર રોડસ્ટેટ હાઇવે થી જસમતગઢવાઘપર પીલુડી ગાળા રોડધુળકોટ બાદનપર ફાટસર રોડનેશનલ હાઇવે થી ગુંગણ નારણકા રોડનેશનલ હાઇવે થી હરીપર કેરાળા રોડનેશનલ હાઇવે થી સોખડા રોડનેશનલ હાઇવે થી બહાદુરગઢ રોડભડીયાદ જોધપર (ન) એપ્રોચ રોડમોરબી ધરમપુર સાદુળકા રોડનેશનલ હાઇવેથી ટીંબડી રોડનવી સાદુળકા થી હરીપર (કે) રોડમોરબી રફાળેશ્વર રોડસ્ટેટ હાઇવે થી બરવાળા એપ્રોચ રોડકોસ્ટલ હાઇવે થી પીપળીયા રોડકોસ્ટલ હાઇવે થી વિરપરડા એપ્રોચ રોડમેઇન ડિસ્ટ્રીકટ રોડ થી થોરાળા એપ્રોચ રોડ સુધીના કુલ મળીને ૧૯ રસ્તાના કામોનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયાજિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ.પી.એમ.સી.ના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયાજિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા સહિત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ રોડ રસ્તા સારા, મજબૂત અને ટકાઉ બને તેના માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવા બની રહેલા રોડના કામ ઉપર  ગામના લોકો તેમજ સ્થાનિક આગેવાનોને ધ્યાન આપવા માટે આહ્વાન કર્યું હતું અને જો કામ નબળું થતું હોય તો તેની તાત્કાલિક સબંધિત જિલ્લા પંચાયતના ચેરમેન અને અધિકારીને તેની જાણ કરવા માટે ટકોર પણ કરી હતી






Latest News