મોરબી-માળીયામાં રસ્તા મજબૂત બને તે માટે લોકો-સ્થાનિક આગેવાનો ધ્યાન આપે: બ્રિજેશભાઈ મેરજા
મોરબીના ગાળા પાસે રાષ્ટ્રીય એકતા રેલીનું રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતનાએ કર્યું સ્વાગત-સન્માન
SHARE









મોરબીના ગાળા પાસે રાષ્ટ્રીય એકતા રેલીનું રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતનાએ કર્યું સ્વાગત-સન્માન
પશ્ચિમ કચ્છના લખપતથી કેવડીયા (નર્મદા) સુધી ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે બાઈક રેલીનું આયોજન કરાયું છે જે બાઇક રેલી મોરબી જીલ્લામાં આવી પહોંચી હતી અને ત્યારે રેલી સાથે આવેલા ૨૫ બાઈક સવારનું મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ દ્વારા આ રેલીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ અને સમગ્ર મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ રેલીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ અત્રે ઉલેખનીય છે કે, ૩૧ મી તારીખે સરદાર વલ્લભભાઇની જન્મ જયંતિ નિમિતે જુદાજુદા કાર્યક્રમો રાજ્યમાં યોજાઇ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે ગુજરાત પોલીસ દ્વારા પશ્ચિમ કચ્છના લખપતથી કેવડીયા (નર્મદા) સુધી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે બાઇક રેલીનું આયોજન કરાયુ છે તે બાઇક રેલી મોરબી જીલ્લામાં આવી હતી ત્યારે માળિયાની ગેલોપ્સ હોટલ ખાતે મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જીલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને જેસંગભાઈ હુંબલ, માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ, પાલિકાના પ્રમુખ હારુનભાઇ, એસપી એસ.આર.ઓડેદરા સહિતના આગેવાનો અને અધિકારીઓ દ્વારા બાઇકર્સોનું સ્વાગત સન્માન કરાયુ હતુ અને આ બાઇક રેલી મોરબીના ગાળા ગામે પહોચી હતી ત્યારે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા સહિતના આગેવાનો દ્વારા આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ બાઇક રેલી સાથે આવેલા આધિકારી અને પોલીસ જવાનોની રેલીને શુભકામના પાઠવી હતી અને તેઓની રાષ્ટ્રીય એકતા માટેની પહેલને બિરદાવી હતી
