મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદ નજીક રાતકડી હનુમાન તરફ જવાના રસ્તે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત


SHARE









હળવદ નજીક રાતકડી હનુમાન તરફ જવાના રસ્તે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ રાતકડી હનુમાન તરફ જવાના રસ્તા પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લીધૂ હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં તેનો આધેડનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વઢવાણ તાલુકાના વેળાવદર ગામના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ વસંતપાર્કમાં રહેતા અશ્વિનભાઈ ગણેશભાઈ ચૌહાણ જાતે દલવાડી (૨૮) એ કાર ચાલક માનગઢના માજી સરપંચ વનજીભાઈ મગનભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના પિતા ગણેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ પોતાનું બાઈક નંબર જીજે ૧૩ એપી ૩૨૭૨ લઈને હળવદ નજીક આવેલ રાતકડી હનુમાનજી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સિલ્વર કલરની આઈ ૧૦ ગાડી લઈને આરોપી ત્યાંથી નીકળતા તેણે ફરિયાદીના પિતાના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદી યુવાનના પિતાને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું અને અકસ્માત સર્જીને કારચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ આધેડના દીકરાઈની ફરિયાદ લઈને પોલીસે માનગઢના માજી સરપંચ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News