મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

ટંકારામાં નોંધાયેલા જાતિય સતામણી અને એટ્રોસીટી એકટની કલમ બે આરોપીઓનો છુટકારો


SHARE











ટંકારામાં નોંધાયેલા જાતિય સતામણી અને એટ્રોસીટી એકટની કલમ બે આરોપીઓનો છુટકારો


મોરબી જિલ્લાના ટંકારામાં નોંધાયેલ જાતીય સતામણી અને એટ્રોસીટી કલમ મુજબ નોંધાયેલા ગુનામાં કોર્ટમાં ચાલી ગયેલા કેસ બાદ કોર્ટ દ્વારા બે આરોપીઓનો છુટકારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

બનાવની ટુંકમાં વિગત એવી છે કે ટંકારા ગામમાં તા.૭/૧૦/૧૪ ના રોજ ટંકારા પોલીસમાં કલમ ૩૫૪, ૫૦૪, ૫૦૬(૨), તથા જાતીય ગુન્હાઓથી બાળકોના રક્ષણ બાબતના અધીનીયમ ૨૦૧૨ ની કલમ ૧૧, ૧૨, તથા એટ્રોસીટી એકટની કલમ ૩ (૧) (૧૧) તથા જી. પી. એકટ ની કલમ ૧૩૫ ના ગુન્હાના કામે આરોપીઓ તરીકે હરપાલસિંહ ઉર્ફે ભુટો વનરાજસિંહ ઉર્ફે વિનુભા ઝાલા, રામરાજસિંહ ઉર્ફે રમેશભાઈ વિક્રમસિંહ ઉર્ફે ઘોઘુભા ઝાલા બંન્ને રહે.લજાઈ તા. ટંકારા જી. મોરબી સામે ફરીયાદીની પુત્રી ભોગ બનનારને એકબીજાએ એકસંપ કરીને ભોગ બનનારને જાતી પ્રત્યે અપમાનીત કરીને ભોગ બનનાર અનુસુચીત જાતીના હોવાનુ જાણતા હોવા છતાં ભોગ બનનારને ફોન ઉપર ખરાબ મેસેજ મોકલી લોખંડનો પાઈપ લઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ હરપાલસિંહ ઉર્ફે ભુટો વનરાજસિંહ ઉર્ફે વિનુભા ઝાલા અવાર નવાર ફરીયાદીની પુત્રીની પાછળ જઈ ખરાબ બોલી આંખોથી ઈસારા કરી ચેષ્ટા કરી છેડતી કરતા ભોગ બનનારની માતાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં તા. ૮/૧૦/૧૪ ના રોજ આરોપીઓ સામે ફરીયાદ દાખલ કરેલ ત્યારબાદ સ્પે. પાકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા આરોપીઓ સામેનો કેશ સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફેથી એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ.મેનાઝ એ. પરમાર (એડવોકેટ) એ ધારદાર દલીલો કરતા તેમજ નામ.વડી અદાલતના ચુકાદાઓ રજુ કરતા સ્પે.પોકસો કોર્ટના જજ દલીપ પી. મહીડાએ આરોપીઓના વકીલ મનીષ પી.ઓઝા (ગોપાલભાઈ) ની દલીલોને ધ્યાને લઈને આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કરેલ છે.આ કેશ માં આરોપીઓ પક્ષે વકીલ શ્રી મનીષ પી.ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.




Latest News