મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર નજીક પાણીની કુંડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના ત્રાજપર નજીક પાણીની કુંડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો સલીમ બચુભાઈ સમેજા નામનો ૨૫ વર્ષીય યુવાન ત્રાજપર નજીક મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રામકુવા નજીકના વિસ્તારમાં હતો ત્યાં પાણીના પંપની પાસેની કુંડીમાં કોઇ રીતે પડી જતા ડૂબી ગયેલી હાલતમાં તેનો મૃતદેહ કુંડીના પાણીમાં તરતો મળી આવ્યો હોય પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.એમ.જાડેજાએ જઈને મૃતક સલીમ સમેજાના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડયો હતો અને આ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.હાલમાં જાણવા મળતી વિગતો મુજબ પાણીની ટાંકીમાં પડી જવાથી સલીમ બચુભાઈ સમેજા નામના અપરણીત યુવાનનું મોત નિપજે છે.

દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ

વાંકાનેર તાલુકાનાં વીરપર ગામની સીમમાં ધોરીનો ખારાની ખરાબાની જગ્યામાં દેશીદારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર આરોપીઓએ ખરાબામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ કરી હોવાનું સામે આવ્યું હતું અને ત્યાંથી દેશી પીવાનો ગરમ દારૂ ૨૦ લીટર રૂા.૪૦૦, દેશી પીવાનો ઠંડો દારૂ ૬૦ લીટર રૂા૧૨૦૦, ગરમ આથો ૧૦૦ લીટર તથા ઠંડો આથો ૩૦૦ લીટર અને ભઠ્ઠીમાં દેશીદારૂ ગાળવાના સાધનો એમ કુલ મળીને રૂા.૫૦૬૦ નો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી જયસુખ ચંદુભાઇ ડાંગરોચા જાતે કોળી (ઉ.૨૭) રહે. વીરપર તા.વાંરાનેર અને કિરણ મોતીભાઇ મકવાણા (ઉ.૨૪) રહે.વીરપર તા.વાંકાનેર વાળાઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

બેદરકાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

વાંકાનેર સીટી પોલીસ મથકના મણીભાઈ ગામેતી તથા સ્ટાફ રાઉન્ડમાં હતા તે દરમિયાનમાં રાણેકપર ગામના પાટિયા પાસે માલધારી હોટલ નજીક ડમ્પર નંબર જીજે ૫ બીઝેડ ૯૦૮ ના ચાલક રસિક મનસુખ ધરજીયા કોળી (૨૨) રહે.કાશીયાગાળા તા.વાંકાનેર વાળાએ પોતાનો ઉપરોક્ત નંબરનું ડમ્પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રોડ સાઈડમાં પાર્ક કર્યું હતું જેથી કરીને પાછળથી આવતી કાર નંબર જીજે ૧૦ બીઆર ૧૯૮૬ ડમ્પર સાથે અથડાઇ હતી જેથી કરીને પોલીસે ડમ્પર ચાલક રસિક કોળી વિરુદ્ધ ટ્રાફિકને અડચણરૂપ ડમ્પર પીર્કીંગ કરવા સબબ ગુનો નોંધ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News