મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના ઐતિહાસીક મહેન્દ્રડ્રાઇવ રોડ ઉપર ગોલાબજારના પ્લાસ્ટીક સળગાવી કરાતા પ્રદૂષણથી લોકો ત્રાહિમામ


SHARE













 

મોરબીના ઐતિહાસીક મહેન્દ્રડ્રાઇવ રોડ ઉપર ગોલાબજારના પ્લાસ્ટીક સળગાવી કરાતા પ્રદૂષણથી લોકો ત્રાહિમામ

મોરબીના રજવાડા દ્વારા શહેરને આગવી ઓળખ આપી શકાય તેવી અનેક બેનમૂન ઇમારતો તેમના શાસનકાળમાં મોરબીવાસીઓને ભેટ આપવામાં આવી છે. જેમાં નગર દરવાજો, મણીમંદિર, ગ્રીનચોક, ઝુલતોપુલ, ન્યુ પેલેસ અને શંકર આશ્રમ સહિતની અનેક જગ્યાઓ છે કે જેના લીધે મોરબી ઓળખાય અને વખણાય છે. જોકે અફસોસની વાત એ છે કે રજવાડા બાદથી આજદિન સુધી (૭૫ વર્ષ) માં આવેલા મોરબીની સ્થાનીક સ્વપાજની સંસ્થાઓના સત્તાધીશો કે આજદિન સુધી શહેરમાં ફરજ બજાવી ગયેલા અધિકારીઓ દ્વારા શહેરમાં એક પણ સમ ખાવા પુરતું પણ સારું ફરવા રે જોવા લાયક કહી શકાય તેવું સ્થળ બનાવી શકાયુ નથી કે જેને જોવા માટે લોકો જઈ શકે. ત્યારે વધુ એક દુઃખની વાતએ પણ છે કે મોરબીમાં જ્યારે વર્ષો પહેલાં રાજાશાહીનો કાળ હતો ત્યારે શહેરના અત્યારે ઓળખાતા મહેન્દ્રડ્રાઇવ રોડ એટલે કે જેને આપણે હાલમાં ગોળા બજાર તરીકે ઓળખીએ છીએ ત્યાં જે તે સમયે રજવાડાઓ દ્રારા કાર રેસિંગ કરવામાં આવતી હતી આવી ઐતિહાસિક જગ્યા એટલે કે મહેન્દ્રડ્રાઈવ રોડ ઉપર હાલમાં જે ગોલાબજાર અસ્તીત્વમાં છે..! પરંતુ તેમા દુઃખની વાત એ છે કે ગોલા બજારના વેપારીઓ દ્વારા જે કંઈ પ્લાસ્ટીકના કપમાં કે થર્મોકોલની ડીશમાં ગોલા પીરસવામાં આવે છે ત્યારબાદ તેનો વધેલો કચરો સીધો જ મહેન્દ્રડ્રાઇવ રોડ ઉપર થઈને નદીના પટની અંદર ફેંકવામાં આવે છે..! જો કે ત્યાં કલાત્મક લીલીગ્રીલ પાસે કાળા પથ્થરની જે દિવાલ છે તે દિવાલ ઉપર ગોલાબજારની પ્લાસ્ટીકના કપ કે થર્મોકોલની ડીસનો કચરો પડે છે અને દરરોજ રાત્રીના આ પ્લાસ્ટીકના કપ અને થર્મોકોલની ડીશનો કચરો ગોલાબજારના વેપારીઓ દ્વારા મોડી રાત્રીના સળગાવવામાં આવે છે જેના કારણે તીવ્રવાસ આવે છે અને પ્રદુષણ પણ ફેલાય છે. આમ ગોલા બજાર દ્વારા એક તો પ્લાસ્ટીકના કચરાની ગંદકી કરવામાં આવે છે અને તે ગંદકીનો સીધો નિકાલ મચ્છુ નદીના પટમાં ફેંકવામાં આવે છે..! નદીમાં પડવાને બદલે તે પ્લાસ્ટીક કપ કે થર્મોકોલની ડીસ ત્યાં કાળા પત્થરની દિવાલ ઉપર પ્લાસ્ટિકના કપ અને થર્મોકોલની ડીસો પડે છે જેને ત્યાંના ગોલાબજારના વેપારીઓ દ્રારા મોડી રાત્રીના સળગાવવામાં આવે છે..! આ રીતે પ્લાસ્ટીક-થર્મોકોલનો કચરો સળગાવવામાં આવતો હોવાથી ફેલાતી તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને પાલિકા તંત્રને અપીલ કરી રહ્યા છે કે આ પ્રદૂષણને અટકાવવામાં આવે અન્યથા ગોલોબજારનું અન્યત્ર સ્થાનાંતર કરવામાં આવે.

અહેવાલ સાથેની તસ્વીરમાં તમે જોઈ શકો છો કે મોડી રાત્રીના જે કોઈ લોકો શહેરના મયુરપુલ કે જે એક માત્ર રાત્રિના ફરવાનું સ્થળ છે ત્યાં ફરવા માટે આવ્યા હોય ત્યારે તેમજ મોડી રાત્રીના ગોલા બજારના વેપારીઓ દ્વારા ફેંકવામાં આવેલા પ્લાસ્ટિકના કપ અને થર્મોકોલની ડીશ સહિતની વસ્તુઓ સળગાવવામાં આવે છે તે તસવીરમાં નજરે પડે છે.તસ્વીરમાં તમે જોઈ શકો છો કે ગોલા બજારની જગ્યાએ નદીના પટની અંદર જે દિવાલ છે તે કાળા પથ્થરની દીવાલ ઉપર પડેલો પ્લાસ્ટિકનો કચરો સળગાવવામાં આવે છે તેના લીધે ત્યાં અતિ તીવ્ર વાસ આવે છે અને ગંદકીમાં વધારો થાય છે અને અંતે પ્લાસ્ટિક-થર્મોકોલ સહીતની તમામ વસ્તુઓનો કચરો નદીના પટમાં જાય છે માટે આ પ્રદૂષણમાંથી લોકોને મુક્તિ અપાવવામાં આવે તેવી ત્યાંના રહેવાસીઓ તેમજ પુલ ઉપર ફરવા આવતા શહેરીજનો અપીલ કરી રહ્યા છે.






Latest News