મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મિં.) તાલુકાનાં ખેડૂતોને વિજલાઇન પાથરતી કંપની ઓછું વળતર આપતી હોવાની રાવ


SHARE







માળીયા (મિં.) તાલુકાનાં ખેડૂતોને વિજલાઇન પાથરતી કંપની ઓછું વળતર આપતી હોવાની રાવ

કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ વીજ લાઇન પથરવાનું કામ હાલમાં કરવામાં આવી રહ્યું છે અને તેની સામે અગાઉ હળવદના ખેડૂતો દ્વારા વળતર બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો તેવામાં હાલમાં મોરબી જિલ્લાના માળીયા(મી.) તાલુકાના જુના ઘાંટીલા, ખાખરેચી, વેણાસર, વેજલપર, કુંભારીયા સહિતના ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાંથી નીકળતી ૭૬૫ કેવી વીજ લાઈન પથરતી કંપની દ્વારા તેઓને ઓછું વળતર આપવામાં આવે છે તેવી કલેકટર કે.બી. ઝવેરીને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તેઓને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે હાલમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, અગાઉ તેઓના ગામની આજુબાજુમાંથી આવી જ રીતે ત્રણેક હેવી વીજ લાઈનો નીકળી હતી તેમાં જે વળતર આપવામાં આવ્યું હતું તેનાથી પણ ઓછું વળતર હાલમાં આપવામાં આવી રહ્યું છે અને આ ગામના ખેડૂતો દ્વારા કોઈપણ પ્રકારની રૂકાવટ કે અડચણ ઉભી કરી નથી તો પણ કલમ- ૧૬ અન્વયે વિજલાઈન નિર્માણ કાર્ય અટકાવવા બાબતે નોટીસ આપવામાં આવે છે જેથી ખેડૂતોમાં નારાજગી છે અને તેઓને વીજ લાઈન પથરતી કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે અને વિજ ટાવરનું ભાડુ નક્કી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News