મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી નજીકથી આધાર પુરાવા વગરની ૩૫૦ બોરી યુરિયા ખાતર ભરેલ આઇસર ઝડપાયું: એકની પુછપરછ


SHARE







મોરબીના ટીંબડી નજીકથી આધાર પુરાવા વગરની ૩૫૦ બોરી યુરિયા ખાતર ભરેલ આઇસર ઝડપાયું: એકની પુછપરછ

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ટીંબડી ગામના પાટીયા બસ સ્ટેન્ડ પાછળથી એક આઈસર વાહન મળી આવ્યું હતું જેમાં ૩૫૦ બોરીઓમાં યુરિયા ખાતર ભરેલ હતું જો કે, વાહન ચાલક પાસે કોઈ આધાર પુરાવા હતા નથી જેથી કરીને પોલીસે હાલમાં ૭,૯૭,૬૮૦ નો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા બસ સ્ટેન્ડ પાછળના ભાગમાંથી એક આઇશર ગાડી નં. જીજે ૩૬ વી ૬૯૮૪ ઊભેલી હાલતમાં મળી આવી હતી જેને ચેક કરતા તે ગાડીમાં પ્લાસ્ટિકની બોરીઓ ભરેલ હતી અને તે બોરીઓ ઉપર કોઇ માર્કો લખેલ ન હતો જેથી આઇશર ચાલકની પૂછપરછ કરી હતી અને તે બોરીઓમાં યુરીયા ખાતર ભરેલ હોવાનુ સામે આવ્યું હતું.જેથી કરીને આઇશર ચાલક પાસેથી આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા ત્યારે તેની પાસે યુરીયા ખાતરની બોરીઓના કોઈ આધાર પુરાવા હતા નહીં અને ફર્યુ ફર્યુ બોલતો હતો અને આઇશર ચાલકનું નામ પ્રવિણભાઇ રણજીતભાઇ ઠાકોર (૨૪) રહે.વિરોચનનગર, ઠાકોરવાસ, તાલુકો સાણંદ જીલ્લો અમદાવાદ વાળો હોવાનુ જણાવ્યુ હતું અને આ યુરીયા ખાતર ભરેલ ગાડીને મોરબી લાવીને તેનો વજન કરવામાં આવતા ૩૫૦ બોરીઓમાં આશરે ૧૬,૨૮૦ કિલો વજન હતો. જેની કુલ કિંમત ૯૭,૬૮૦ અને ૭,૦૦,૦૦૦ ની કિંમતનું આઇસર વાહન આમ કુલ મળીને ૭,૯૭,૬૮૦ નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ- ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે અને મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.






Latest News